ગાંધીનગરના કૃષિભવનમાં કોંગી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેઓ પાક વીમાની સહાયની રકમના આંકડા જાહેર કરવા સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. આ ૩ કોંગ્રી ધારાસભ્યો સહિત કોંગી ડેલીગેશન પણ લડી લેવાના મુડમાં દેખાઇ રહ્યું છે. હાલ ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યો બ્રિજેશ મિર્ઝા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણાએ નિયામકની કચેરીમાં આખી રાત ધરણા પર બેસ્યા હતા.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખફી પાક મગફળી માટે વીમા કંપનીઓએ ૨૨થી ૪૯.૪૦ ટકા સુધીનુ પ્રીમિયમ ખેડૂતો પાસેથી ઉઘરાવીને નફો કર્યો છે. પરંતુ ખેડૂતોને તેના રૂપિયા હજી મળ્યા નથી, તેથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એ સરકાર સામે આ મામલે મોરચો માંડ્યો છે.
મંગળવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કૃષિ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અને ખેડૂતોની વાત નહીં સાંભળે તો કૃષિ અગ્ર સચિવથી લઈને રાજ્યપાલ અને લોક અદાલત સુધી આ મુદ્દો લઇ જવામાં આવશે.
ભાજપ દ્વારા દારૂ વેચી મત લેવાના હોય તો ખેડૂતોની દરકાર ન કરે. ભાજપ પછી ગામડાઓમાં જઇને બતાવે. ખેડૂતો જે સ્થિતિ કરશે એ ભાજપને ખબર પડશે. ખેડૂતોની વાત નહીં સાંભળવામાં આવે તો ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાવવાની ચીમકી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.