વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. કર્ણાટકના ચિત્રદુર્ગ અને અન્યત્ર ચૂંટણી પ્રચાર કરતા મોદીએ પાકિસ્તાનના બહાને રાજ્યની જેડીએસ અને કોંગ્રેસ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ભારતીય હવાઈ દળે જ્યારે પાકિસ્તાની આતંકવાદી અડ્ડા ઉપર હુમલા કર્યા ત્યારે પીડા ત્રાસવાદીઓને થઇ હતી પરંતુ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ અહીં પણ રડી રહ્યા હતા.
જેડીએસ અને કોંગ્રેસ સરકાર કર્ણાટકમાં લઘુમતિ સમુદાયને ખુશ કરવાના પ્રયાસમાં લાગેલી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા ત્યારે ભારતમાં પણ કેટલાક લોકોને પીડા થઇ રહી હતી. ભારતમાં આપની વોટ બેંક છે કે પછી પાકિસ્તાનમાં તેવો પ્રશ્ન મોદીએ કર્યો હતો. અમે સબકા સાથ સબકા વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. મજબૂર સરકાર કઇ રીતની હોય છે તેનો દાખલ કર્ણાટક છે. કર્ણાટકની સરકાર કોણ ચલાવે છે તેનો અંદાજ નથી.
કારણ કે, બંને હારી ગયેલા પક્ષો સત્તા માટે સ્વાર્થ માટે એક સાથે આવ્યા છે જેથી એકબીજાને સાચવી લેવામાં લાગેલા છે. હવાઈ હુમલાની જેમ જ આ લોકોએ અંતરિક્ષમાં હુમલાને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીની સરકારમાં અગાઉ એટલી હિંમત ન હતી કે, મિસાઇલ ટેસ્ટને મંજુરી આપી શકે. અગાઉની સરકાર અને કોંગ્રેસ પાર્ટીના લોકો સૈનિકોને સન્માન આપવા અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાની સ્થિતિમાં નથી. આ સમયે એવા લોકોને બોધપાઠ ભણાવવાનો છે જે પાકિસ્તાન સાથે દેખાઈ રહ્યા છે. કોંગ્રેસની સ્પષ્ટ વિચારધારા છે કે, જ્યાં તક મળે ત્યાં સમાજને વિભાજિત કરી દેવામાં આવે. સ્વતંત્રતાના સમયથી જ વિશેષ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. આ લોકોને દેશની અને બંધારણની ચિંતા નથી. આ ચૂંટણીમાં માત્ર સાંસદની પસંદગી કરવી નથી બલ્કે માત્ર વડાપ્રધાનની પણ પસંદગી કરવી છે. મજબૂત સરકારની પણ પસંદગી કરવાની છે. એક મજબૂત સરકાર દેશહિતમાં મોટા નિર્ણય લઇ શકે છે. કોંગ્રેસ અને જેડીએસના ઇરાદા સ્પષ્ટ રહ્યા હોત તો ખેડૂત હિત થયા હતા. કર્ણાટકની હાલત ખરાબ રહી ન હોત. જો તેમના ઇરાદા સારા રહ્યા હોત તો ભદ્ર પ્રોજેક્ટ સહિત અનેક સિંચાઇ યોજના સમયસર પૂર્ણ થઇ હોત. મોદીએ કહ્યું હતું કે, ચોકીદાર જે કહે છે તે કરીને બતાવે છે. ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી ચુક્યા છે. કોંગ્રેસ અને જેડીએસનું લોન માફીનું વચન એક વર્ષ બાદ પણ અધુરુ રહ્યું છે. તેમની નિયત સ્પષ્ટ દેખાતી નથી.
બોફોર્સ કૌભાંડ કરનારની સાથે ન્યાય પાકી બાબત દેખાઈ રહી છે. હેલિકોપ્ટર કૌભાંડ, ટુજી કૌભાંડ, કોલસા કૌભાંડ, લોન માફી કૌભાંડ કરનારને લોકો બોધપાઠ ભણાવશે. કોંગ્રેસના ૨૦મી સદીના પાપોની સજા ૨૧મી સદીના યુવાનો આપશે.