અજનબી થી અજાયબીની સફર

1045

માનવ પદ-પ્રતિષ્ઠા અને પૈસા ખપી જતો સૌએ અનુભવ્યો છે. અરે ,કલૌયુગે આ માત્રા વાયરસ ફેલાતી અને ફૂંકાતી રહી છે . પરંતુ આખરે અને અંતે શુ ??! પ્રતિષ્ઠાનો અનુબંધ ઓળખ સાથે છે પણ ઓળખ આફત બની શકે છે .આફતના ગર્ભમાં ઓળખ છે .આપત્તિનો પાયો ઓળખીતા જ નાખે છે. જ્યાં તમારી અજાણતા છે ત્યાં શૂન્યાવકાશ છે. નિજાનંદ ની પાક્કી અનુભૂતિ છે. સમજણ નું આગમન અજનબી થવામાં આડખીલીરૂપ છે. જ્યાં સુધી સમજ યાત્રા શરૂ થઇ નથી. ત્યાં તેના અંત નો સવાલ રહેતો નથી .પછી દુઃખ કે સંવેદના ક્યાં હોય ?
કોઈ જંગલમાં સ્થિતપ્રજ્ઞ, બુદ્ધ પુરુષ કે સાધક રીતરસમો,ગોકીરાથી અનટચ છે ,તેને આપત્તિ આડશ ન બની શકે .તે ’સ્વ’માં ઉતરી ગયો છે. ખુદને પામી ગયો ,ઓળખી ગયો છે.ઓશો આ સત્ય અંગે કહે છે
“જે વ્યક્તિ નિતાંત એકલો રહે છે કે જાતને રાખે છે તે જ ખરા ’સ્વ’ની ઓળખ કરી શકે.”
બુદ્ધની ઘટનામાં તેમને જ્યારે પેલો ખેડૂત પૂછે છે કે મારા બળદ ક્યાં ? ત્યારે બુદ્ધ તો પોતાની જાતને પણ ભૂલી ગયા હતા. અજનબી થઈને અજાયબીમાં બદલાઈ ગયા હતા .બળદ ,ખેડુત ,જગત બધાથી સાવ જ અજાણ ..!! બળદના બદલામાં બુદ્ધના કાનમાં ભોંકાયેલા શૂળ પણ તેના પરમાનંદને બગાડી શક્યા નહોતા ..! છે ને કેવું તથ્ય ? કોઈ શિશુ ને પોતાના શરીર ની સમજ નથી. તેથી તે ગમે તેમ વર્તે તો દુઃખ અનુભવતો નથી . પછી ભલે તે નિર્વસ્ત્ર પણ કેમ ન હોય ? આ સામેવાળા કે જેના ખંધોલે ઝડતાની નાગ કન્યા તેના શરીરમાં ઘર કરી ગઈ છે. તે ક્યાંક પીડીત હશે .પણ બાળકના નીજાનંદનું સ્મિત ક્યારેય મૂરજાતું નથી .તે ત્યારે ઈશ્વરાનુભુત થઈ ગયો છે . અજનબીપણું નિર્દોષતાના કમળ સાથે સંકળાયેલું ઝાકળબિંદુ છે.
કમ્પ્યુટર કે ડિજિટલ સિસ્ટમમાં ડીલિટેડ વ્યવસ્થાને સલામ કરવી પડે .આખા પ્રોગ્રામ ને ખાલી કરતા કેવું હળવું થઈ જાય છે,તેની ચાલમાં પણ ઉમેરો થાય .તમારી આવી ટેવ સૌષ્ઠવ કે સંવર્ધનમાં પૂરક બની રહે છે.યોગ ,ધ્યાન આ જ દિશાનો મહાભિયોગ છે.શૂન્યતાના પ્રદેશમાં શરીર, મનને લઈ જતા તમે સંપૂર્ણ ખાલી થઈ પુનઃરીચાજૅ થાવ છો .આપણા ઋષિમુનિઓ ,સંતોની ભુમીકા ત્યા સમષ્ટિમાં પોતે અને પોતાના સમગ્રત્વ રહ્યું હોય માટે તેના આયુ ધારણા પણ ન થઈ શકે .આજે પણ એવા અવધૂતોની પ્રસતુતાની અનુભૂતિ કેટલા સ્થળોમાં થયા કર્યાની વાત વહેતી રહી છે.
મનો જગતમાંથી બધું ખાલી કરવાની ચેષ્ટા અજનબી થવાનો એક ભાગ છે .વ્યક્તિના ગમા- અણગમાઓના ભૂલવાની કે દફનાવવાની એબિલિટી દરેકની પાસે નથી .તેની કેળવણી અધ્યાત્મ ,શ્રદ્ધા કે ધાર્મિકતા જ આપી શકે. સાંપ્રત યુગ માહિતીક્રાંતિ કે મેસેજક્રાંતિ તરીકે નામકરણ કરીએ તો જો તમે ખાલી થવાની કસરત ન કરો તો માનસિકતાના ગંભીર કે ગહન પરિણામો તમારા બારણે ટકોરા પાડતા રહે!!!?
અજનબીનો ખાલીપો પોતાના ધ્યેય સુધી પહોંચવામાં સફળ અને ઝડપી છે. આ શૂન્યાવકાશ તેને ડૂબાડતો નથી ,પરંતુ તારે છે .તુલસીદાસનું પોતાની પત્ની રત્નાવલીને મળવાની તાલાવેલી કે તબડપાટી સુખની અઢાર સેલ્સિયસ શીતળતાનો ભાગ જ હતી. માટે એ દૈવી સ્વરૂપા રત્નાવલી ના શબ્દો તેને ભોગ માંથી યોગ તરફ અને કામ થી રામ તરફ દોરી ગયા. સંતત્વનુ પગરણ કે પરાકાષ્ઠા જે ગણવુ હોય પણ હતું તે બીજરુપ.
માનવ વિકૃતિઓ આપણી આસપાસ અગ્નિને જેમ પ્રજ્વલિત છે.આગિયાને જો સમજણ કે તર્કશક્તિ હોત તો !? બસ સૌ કોઈ માનવસહજ નબળાઈઓથી પોતાની જાતને સેઈફ કરતા રહે તો અજાયબી બનવું અ શક્ય નથી જ નથી !કામ-ક્રોધ-લોભ, દ્વેષ તેના પ્રારંભિક કે અતિ મહત્વના તબક્કાઓ છે. પ્રયાસ જરૂર પ્રાપ્તિમાં પરિણમે છે.
છેલ્લે પલ્લવી મિશ્રાની થોડી લાઈનો કહેતો જાવ.
“અજનબી લગતી હૈ, કભી પહેચાની લગતી હૈ. જિંદગી મુજ કો તો અધુરી કહાની લગતી હૈ.
ખાલી હાથ આયે હૈ, ઓર જાના ખાલી હાથ,
ફિર દોલત કે પીછે દુનિયા દિવાની લગતી “

Previous articleઅજીર્ણ- અપચો, સારવાર
Next articleવલ્લભીપુરમાં કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શિવકથાનું થયેલું આયોજન