વલ્લભીપુરનાં શખ્સને જામગરી બંધુક સાથે ઝડપી લેતી એસઓજી

718

એસ.ઓ.જી. ના પી.આઇ.એસ.એન.બારોટની સુચના અને પીએસઆઇ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ વલ્લભીપુર, સરદાર આવાસની સામે કલ્યાણરોડ પાસેથી રાજનભાઇ સુમારભાઇ નથવાણી ઉ.વ.૩૪ રહેવાસી મુળ ગામ વંથલી જી. જુનાગઢ હાલ સરદાર આવાસ, કલ્યાણનગરરોડ, વલ્લભીપુર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleસૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખીમંડળનું ત્રીજુ વાર્ષિક અધિવેશન યોજાયું
Next articleભાવનગર સહિત વિવિધ જિલ્લાનાં ચોરી, લૂંટના ગુન્હાનાં ફરાર આરોપીને એલસીબીએ ઝડપ્યો