સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન’ ઉકિતને ચરિતાર્થ કરવા સુરકા પ્રા.શાળા (ભુંભલી કલસ્ટર) ખાતે તાજેતરમાં આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય અને પીએસસી ભુંભલીના ડોકટરના ઉદ્દબોધનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ધો.૧ થી ૮ના તમામ બાળકોનેત પાસી, જરૂરી દવા તેમજ સુચનો આપ્યા હતાં. અંતે એસ.એમ.સી., વાલી સમુદાયની હાજરીમાં સમાપન સંપન્ન થયું હતું.