સિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

602

ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ સિંગાપુર બેડમિન્ટન ઓપનમાં મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બુધવારે સિંધુએ ઈન્ડોનેશિયાની લાયની એલેક્જેન્ડ્રા મૈનાકીને સીધા સેટમાં ૨૧-૯, ૨૧-૭થી પરાજય આપ્યો હતો. આ મેચ સિંધુએ આસાનીથી ૨૭ મિનિટમાં પોતાના નામે કરી લીધો હતો. તો છઠ્ઠી વરીયતા પ્રાપ્ત સાઇનાએ પણ ઈન્ડોનેશિયાની યૂલિયા યોસેફિનન સામે ૨૧-૧૬, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો.

રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ આગામી મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિશફેલ્ટની સામે ટકરાશે. ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના આગામી રાઉન્ડમાં મુગ્ધા આગ્રે અને પોર્નપાવી ચોચુવોંગ વચ્ચે રમાનારી મેચની વિજેતા સામે ટકરાશે.

એચએસ પ્રણવ અને સમીર વર્માએ પણ પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પુરૂષ સિંગલમાં પ્રણયે વર્લ્ડ નંબર ૩૪ બ્રાઇસ લેવરડેઝને ૧૧-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮થી હરાવ્યો હતો. જ્યારે સમીવે વર્લ્ડ નંબર ૩૧ સુપન્યુ અવિહિંગ્સનોન સામે ૨૧-૧૪, ૨૧-૬થી વિજય મેળવ્યો હતો.

પુરૂષ ડબલ્સમાં ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. મનુ અત્રિ અને બી સુમીથ રેડ્ડી પોતાનો મુકાબલો હારીને બહાર થઈ ગયા છે. તેને ડેની બાવા અને કીન હીને ૧૩-૨૧, ૧૭-૨૧થી પરાજય આપ્યો હતો. આ સિવાય સૌરભ શર્મા અને અનુષ્કા પારિખ પણ પોતાની મેચ જીતી શક્યા નથી. તેના થાઈલેન્ડના ડેચપોલ પુઆવરનુક્રોહ અને સેપસિરી તૈરાતનાચાઈએ ૧૨-૨૧, ૧૨-૨૧થી પરાજય આપ્યો હતો.

Previous articleIPLના પ્રદર્શનથી કોહલીની કેપ્ટનશીપની આકરણી કરવી ખોટી : રાજકુમાર શર્મા
Next articleકોહલી સતત ત્રીજીવાર ’ક્રિકેટર ઓફ ધ યર’ બન્યો