ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ સાથે જોડાયેલ ગિજુભાઈ બધેકા સ્કાઉટ ટ્રુપ અને તારાબેન મોડક ગાઈડ કંપની તેમજ રાજય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ ગાઈડ તા. ૧ થી ૩ જાન્યુઆરી દરમ્યાન નાયબ વન સંરક્ષણ કચેરી પોરબંદર વન વિભાગ દ્વારા બરડા અભયારણ્ય પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર કિલેશ્વર ખાતે આ શિબીરનું આયોજન થયેલ.
પ્રકૃતિની ગોદમાં રહી પ્રાણી, પક્ષી, વૃક્ષો, અવશધીય વૃક્ષો, વેલા, આવકાસ વિજ્ઞાન, તારા દર્શન વિગેરે વિલયોની માહિતી મેળવી હતી. શિબીર દરમ્યાન સ્કાઉટ-ગાઈડ ઈન્ડોર ગેમ, આઉટડોર ગેમ, કેમ્પ ફાયર, ટ્રેકીંગ, ભુમી સંકેત વિગેરેનો પણ આનંદ માણ્યો હતો. જયારે કેમ્પ દરમ્યાન ફોરેસ્ટર બી.એમ. ભારાઈ દ્વારા સતત માર્ગદર્શન મળ્યું હતું. જયારે આર.એફ.ઓ આંબલીયાએ કેમ્પ ફાયર દરમ્યાન શિબીરમાં મેળવેલ માહિતી અને પશુ-પક્ષી અને વૃક્ષ વિશે વાતો કરી હતી. ૧૯૩ કી.મી. ઓરસ-ચોરસ વિસ્તારમાં પથરાયેલ બરડા અભિયારણ્યમાં ત્રણ દિવસ બાળકી ટીમ મોબાઈલ, કોમ્પ્યુટર જેવા ઉપકરણોથી દુર રહી ભરપુર કુદરતને માણી હતી. જંગલમાં ચણીબોટ તોડવાનો અને ખાવાનો આનંદ સ્કાઉટ-ગાઈડના મોઢા પર જોવા મળ્યો હતો.ે