ઘોઘા તાલુકાના પડવા ગામે વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ડાભીના રહેણાંકી મકાનમાં ઘોઘા પોલીસે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિ.રૂા.૯૦૦ સાથે મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ ડાભી અને વિજય ઘનશ્યામભાઈ ડાભીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.