ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છાયા અને ગરીબપરા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૮૮.૪૦ ટકા જેવું ધીંગુ મતદાન થયું હતું.
ઘોઘા તાલુકામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. છાયા તથા ગરીબપરા ગ્રામ પંચાયત ગત રવિવારે જિલ્લા ચૂંટણી પંચ અધિકારીઓ તથા સજ્જડ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. જેમાં છાયા ગ્રામ પંચાયતમાં ૮૯.૯૯ ટકા તથા ગરીબપરા ગ્રામ પંચાયતમાં ૮૬.૯૪ ટકા મતદાન થયું હતું. બન્ને ગ્રામ પંચાયતનું મળી કુલ ૮૮.૪૦ ટકા મતદાન નોંધાયું હતું. લોકોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું તથા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન કામગીરી સંપન્ન થઈ હતી. આજરોજ તા.૯ના રોજ તાલુકા મથકે ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.