ઢસા જંકશન ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવશે 

810

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે છેલ્લા ઘણા વર્ષો થી રામનવમીની  ધામધુમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે કાય કમી નો રહે તે માટે પણ તડામાર તૈયારી ચાલું કરી દેવામાં આવી છે.

આગામી ચૈત્રસુદ-૧૪,એપ્રિલ ને રવિવાર ના રોજ  રામનવમી નો તહેવાર હોવાથી નવદુર્ગા ગરબી મંડળ ઢસા ખાતે વડીલો યુવા સહિતના આગેવાનો દ્વારા તડામાર તૈયારી ચાલું કરી દેવામાં આવી હતી જેમાં ઢસા જંકશન ખાતે લાઈટ ડેકોરેશન .તથા દુકાને દુકાને ધજાઓ લગાડવી રેલ્વે ચોક થી મેઇન બજારો શણગારી ભગવાન રામચંદ્રના મોટાં ફોટા લગાડવામાં આવ્યા હતા તે જોતાં લોકો મા ભારે ઉત્સાહ જોવા મળી રહો છે જેમાં ભગવાન રામચંદ્રજીની  શોભાયાત્રા માં હજારો લોકો જોડાશે અને  ધર્મશાળા થી રેલ્વે ચોક બસ સ્ટેશન ચોક મેઇલ બજારો મા થય ને સ્વામીનારાયણ મંદિર સુધી શોભાયાત્રા નિકળ છે ત્યાંથી રામજીમદીર શુધી આવશે શોભાયાત્રા દરમિયાન ધર્મ પ્રેમીઓ  દ્વારા ચા પાણી સરબત સહિત નાસ્તો ઓના ફ્રી માં સ્ટોલો ઉભાં કરવામાં આવ છે

Previous articleદેશી બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપતી સિહોર પોલીસ
Next articleમોટા આગરીયામાં નરેગાનું કામ શરૂ થતા મજુરોમાં ખુશીનો માહોલ