આર્યકુળ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શહેરની આર્યકુળ શૈક્ષણિક સંકુલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ જલવા શિર્ષક અંતર્ગત યોજાયો હતો.
યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા આર્યકુળના વાર્ષિકોત્સવના પ્રારંભે સંસ્થાના સંચાલક નરેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે આર્યકુળ શૈક્ષણિક સંકુલના ધો.૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ સ્તુતિ, ગુજરાતી-હિન્દી ફિલ્મી ગીતોનો ડાન્સ, રાસ-ગરબા, નાટક, જોક્સ, ટીપ્પણી રાસ, કૃષ્ણ ભક્તિગીત, કવ્વાલી, હનુમાન ચાલીસા સહિતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિતો ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.