સિહોરના સર્વોત્તમ ડેરી નજીકના ખાચામાં મોડીરાત્રિના અકસ્માતની ઘટના બનતા ચક્ચાર મચી જવા પામી છે. માણસની જિંદગીમાં કાળનું તેડું ક્યારે આવે એ નક્કી નહીં. પિતાની રાહ જોઈને બેઠેલા પુત્ર અને પત્નીને ખબર પણ નહીં હોય કે પતિની ઘરે લાશ આવશે.
સિહોરના રેલ્વે સ્ટેશન નજીક ધર્મશાળા ખાતે રહેતા સંજયભાઈ મનજીભાઈ રાઠોડ આશરે ઉ.વ.૪પ જેઓ સર્વોત્તમ ડેરી નજીક આવેલ ફેક્ટરીમાં મજુરી કામ કરી પેટીયુ રળીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે ફેક્ટરી પર પોતાનું કામ પુરૂ કરીને ઘરે પરત જઈ રહ્યાં હતા તે વેળાએ લોખંડ બાબરીયા ભરેલું ટ્રેક્ટરે અડફેટે લેતા સંજયભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. બનાવને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ જરૂરી કેસ કાગળો કરી પરિવારજનોને જાણ કરી હતી અને સિહોર હોસ્પિટલ ખાતે લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.