આગામી લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચના અને માર્ગદર્શન મુજબ રાણપુર પોલીસ દ્વારા વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. રાણપુરનાં પ્રમુખ સ્વામી માર્ગ, અણીયાળી રોડ સહિતનાં વિસ્તારમાં મહિલા પી.આઇ. એમ.જે.સાગઠીયા સહિત પો.સ્ટે. નો સ્ટાફ ફુટ પેટ્રોલીંગમાં જોડાયો હતો.