મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જાફરાબાદ જીએચસીએલ કંપનીના વિશાળ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભાને સંબોધશે. હિરાભાઇ સોલંકી દ્વારા મુખ્યમંત્રી તેમજ નારણભાઇ કાછડીયાનું સન્માન થશે સાથે રાજુલા જાફરાબાદ ખાંભાની જનતાના પ્રાણપ્રશ્નો જે હોય તે દરેક ગામના સરપંચો ગામ આગેવાનને લઇ આવતા હિરાભાઇ સોલંકીએ જણાવેલ. જે ગામો જેવા કે શિયાળબેટનો પાણી પ્રશ્ન હોય કે અન્ય જે કોઇ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરાશે તેમજ રાજુલા તાલુકાના ધારેશ્વર ડેમ હોય કે વઢેરા બલાણા રોહીસામાં આવેલ ઇન્દીરો કંપનીએ શરતભંગ કરી ને કંપની તરફથી કોઇ કામન થતા આખરે ત્રણ ગામોની જનતાને ચોમાસામાં હેરાનગતીના વમળમાં ધકેલી દીધી હોય આપડતર જમીનને તાત્કાલીક ખાલસા કરી ત્યાં મીઠા પાણીનો ડેમ બાંધવા બાબતે ચર્ચાઓ કરી યોગ્ય કાર્યવાહી કરાશે આ બાબતે જાફરાબાદ તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ મહિપતભાઇ વરૂ વિજાણંદભાઇ વાઘેલા, ઉપપ્રમુખ તેમજ રાજુલાના વિરભદ્રભાઇ ડાભીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ જાડેજા, સાગરભાઇ સરવૈયા, દિલીપભાઇ જોશી, ભાજપ પ્રમુખ મયુરભાઇ રાણાભાઇ સરપંચ, મહેન્દ્રભાઇ ધાખડા, જીજ્ઞેશભાઇ પટેલ યાર્ડ ચેરમેન તેમજ ટીંબી યાર્ડ ચેરમેન ચેતનભાઇ શિયાળ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશદાદા, મંત્રી ડા.ભોલાળા, મનુભાઇ વાજા, મયલુભાઇ ખુમાણ હેમાળ સરપંચ, વાઘાભાઇ સરપંચ હિંડોરડા, ઉપસરપંચ દિનેશભાઇ તેમજ ભોળાભાઇની ટીમ દ્વારા નારણભાઇને કાતર, કોટડી, બારપટોળી, નાગેશ્રી કનુભાઇ વરૂ, હેમાળ જેવા રાજુલા જાફરાબાદ તાલુકામાં પ્રચંડ આવકાર મળી રહ્યો છે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સભામાં જવા થનગનાટ જોવા મળી રહ્યો છે.