ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસીએશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌશાળા અને પાંજરાપોળના લાભાર્થે નિર્મળનગર, હીરાબજારમાં ફંડ એકત્ર કરવામાં આવે છે તેના ભાગરૂપે ક્રિસ્ટલ વિલીંગ સામે આજથી મંડપ નાખી ફંડ એકત્રિકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાંચ દિવસ સુધી ગૌશાળા પાસે આ સેન્ટર પર ફંડ સ્વીકારવામાં આવશે.