શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૬૦ પોઇન્ટ સુધરીને બંધ

469

આઈટીસી, મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ફોસીસ જેવા બ્લુચીપ કાઉન્ટરોમાં જોરદાર લેવાલીના પરિણામ સ્વરુપે શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ હકારાત્મક માહોલ સાથે બંધ રહેતા ઉત્સુકતા વધી હતી. સેંસેક્સ ૨૧૨ પોઇન્ટ રિકવર થઇને બંધ રહ્યો હતો. કારોબારના અંતે તેમાં ૧૬૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૮૭૬૭ રહી હતી. એફએમસીજીની મહાકાય કંપની આઇટીસીના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો તેમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે તાતા મોટર્સના શેરમાં સૌથી વધુ એક ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૪૭ પોઇન્ટ સુધરીને ૧૧૬૪૩ની સપાટીએ રહ્યો હતો. કારોબારમાં ૨૭ શેરોમાં તેજી અને ૨૩ શેરોમાં મંદી રહી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૨૪ ટકાનો ઘટાડો રહ્યો છે જ્યારે નિફ્ટીમાં ૦.૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સાપ્તાહિક આધાર પર એસએન્ડપી બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૪ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૫૪૨૬ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૫૬ પોઇન્ટ સુધરીને ૧૫૦૨૨ની સપાટી જોવા મળી હતી. ગઇકાલે પ્રવાહી સ્થિતી વચ્ચે સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૮૬૦૭ રહી હતી. નિફ્ટી ગુરુવારના દિવસે કારોબાર દરમિયાન તેજી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૯૭ની સપાટી પર રહ્યો હતો.  વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે.ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. એશિયન શેર બજારની વાત કરવામાં આવે તો તેમાં પણ ઉતારચઢાવવાળી સ્થિતી રહી હતી. હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી જ સ્થિતી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.

Previous articleસિંગાપોર ઓપનઃ સિંધૂ સેમિફાઈનલમાં, સાઇના આઉટ
Next articleસ્પાઇસ જેટ ૧૬ બોઇંગ નવા વિમાન સામેલ કરશે