ગાંધીનગર(ઉ) વિધાનસભા મતદાર વિભાગના મહિલા પોલીંગ સ્ટાફનો તાલીમ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો

756

ગાંધીનગર સંસદીય મત વિસ્તારના ગાંધીનગર ( ઉ ) વિધાનસભા મતદાર વિભાગના મહિલા પોલીંગ સ્ટાફ તાલીમ કાર્યક્રમનું આયોજન ગાંધીનગરની સેકટર-૨૩ કડી સંકુલની નાથીબા કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. પોસ્ટલ બેલેટથી મતદાન પણ આજે આ સ્થળ ખાતે યોજાયું હતું.

ગાંધીનગર (ઉ)ના એ.આર.ઓ અને પ્રાંતઅધિકારી જે.એમ.ભોરણીયાએ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે મતદાન મથક પર ફરજ બજાવનાર કર્મચારીઓ પણ પોતાના મતદાન કરવાના અધિકારીનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવવામાં આવે છે. તેમજ પોતાની ફરજ પરના મતદાન મથક પર મતાઅધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ઇ.ડી.સી આપવામાં આવે છે. આજે પોલીંગ સ્ટાફમાં ફરજ બજાવનાર મહિલાઓની તાલીમ યોજાઇ હતી.

આજે ગાંધીનગર(ઉ)ના ૩૦૦ જેટલા પોલીંગ સ્ટાફમાં ફરજ બજાવનાર મહિલા કર્મચારીઓને નોકરીના સ્થળે મતદાન કરી શકે તેવી અનુકુળતા માટે ઇલેકશન ડ્‌યુટી સર્ટીફીકેટ( ઇ.ડી.સી)  આપવામાં આવ્યા છે. તે ઉપરાંત પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું હતું. જેમાં કુલ – ૮૩ કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના હતા. જેમાં કલોલ વિધાનસભા મતદાર વિભાગના ૪, માણસા વિધાનસભા મતદાર વિભાગના ૯ અને ગાંધીનગર (દ) વિધાનસભા મતદાર વિભાગના ૭૦ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. તે ઉપરાંત દહેગામ અને ગાંધીનગર(ઉ)માં શૂન્ય પોસ્ટલ બેલેટથી મતદાન આજે થયું હતું. આવતીકાલે પ્રીસાઇડીંગ અને પી.ઓ-૧ ની તાલીમ યોજાશે. આ જ રીતે પોસ્ટલ બેલેટથી મતદાન પણ કરાવવામાં આવશે.

Previous articleરાધનપુર, મહેસાણા, બનાસકાંઠામાં ઠાકોરોએ અલ્પેશથી છેડો ફાડયો
Next articleઅમિત શાહ સાથે બેઠક કરી, પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મકઃ સી.કે.પટેલ