અમીત ચાવડાએ ભાવનગરમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે મીટીંગ યોજી

625

ભાવનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર મનહરભાઇ પટેલનાં ભાવનગર પૂર્વ તથા પશ્ચિમ વિભાગનાં ચૂંટણી કાર્યાલયોનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા આજે ભાવનગર આવ્યા હતા અને મધ્યસ્થ કાર્યાલયે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારી સાથે મીટીંગ કરી માર્ગદર્શન આપ્યું હતું.

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગરમાં પ્રચાર પ્રસાર વેગવાન બની રહ્યો છે. જેમાં ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલનાં પૂર્વ વિભાગના કાર્યાલયનું સવારે ડોન ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રીના સમયે પશ્ચિમ વિભાગના કાર્યાલયનું ઉદ્દઘાટન ડા.જાદવજી પટેલના ક્લીનીક ખાતે કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મનહરભાઇ પટેલ આજે ભાવનગરખાતે આવ્યા હતા અને મધ્યસ્થ કાર્યાલયે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરી હતી અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ઉમેદવાર મનહરભાઇ પટેલે આજે દિવસભર ગ્રામ્ય વિસ્તારની મુલાકાતો લીધી હતી. જેમાં રતનપર કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી તેમજ વરતેજ ખાતે તેમજ મેવાસા ગામે પણ બેઠક અને રેલી યોજવામાં આવી હતી. જેમાં અનિરૂદ્ધસિંહ ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મૂળધરાઇ અને દરેડ ગામે જનસંપર્ક કરવા સાથે બેઠકો યોજી હતી. જ્યારે પચ્છેગામ ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં ગામે ગામ મનહરભાઇ પટેલને સારો આવકાર મળ્યો હતો. આવતીકાલે મનહરભાઇ પટેલ સિહોર પંથકના ગામોમાં ચૂંટણી લક્ષી સભા રેલી તેમજ જનસંપર્ક સહિતના કાર્યક્રમો યોજાશે.

Previous articleદ્વારકાની ૨૦૧૭ ચૂંટણી રદ થઇ : ભાજપને લાગેલ ઝટકો
Next articleભારતીય સેનાએ પાકીસ્તાનનો સન્માન રાખીને જ આતંકી ઠેકાણાં ઉપર હુમલા કર્યા છે – રાજનાથસિંહ