દિલ્હી અને સનરાઈઝ વચ્ચે મેચ ખુબ રોમાંચક બની શકે

835

આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ વચ્ચે આઈપીએલમાં જોરદાર જંગ ખેલાશે. આવતીકાલે હૈદરાબાદના મેદાન ખાતે આ જંગ ખેલાશે. ત્રાસવાદી હુમલા થઇ શકે છે તેવી બાતમી મળ્યા બાદ તમામ મેચોમાં ખેલાડીઓ અને મેચને જોવા માટે આવી રહેલા લોકોની સુરક્ષા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. શિખર ધવન ફોર્મમાં આવી ગયા બાદ દિલ્હીની આશા પણ વધી ગઇ છે.  બંને ટીમોમાં કેટલાક સ્ટાર ખેલાડીઓ છે. સનરાઈઝ તરફથી બેરશો, ડેવિડ વોર્નર ધરખમ ફોર્મમાં ચાલી રહ્યા છે. વિલિયમસની એન્ટ્રી બાદ આ ટીમ વધારે મજબૂત બની છે. બીજી બાજુ દિલ્હી કેપિટલની ટીમ પણ ધરખમ દેખાવ કરવા આશાવાદી છે. આ ટીમમાં શિખર ધવન, અય્યર, મુનરો જેવા ખેલાડીઓ છે. મેચનું પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. મેચમાં ઋષભ પંતની ભૂમિકા પણ નિર્ણાયક રહી શકે છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે. ડેવિડ વોર્નર અને બેરશોએ છેલ્લી મેચમાં તોફાની સદી કરી હતી. આવતીકાલની મેચને  લઇને તમામ તૈયારી કરવામાં આવી છે. ટીમો નીચે મુજબ છે.

સનરાઈઝ હૈદરાબાદ  : અભિષેક શર્મા, બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન

દિલ્હી ડેરડેવિલ્સ : અવેશ ખાન, અયપ્પરા, બેઇન્સ, બોલ્ટ, ધવન, ઇન્ગ્રામ, અય્યર, લમિછાને, મનજોત કાલરા, મિશ્રા, મોરિસ, મુનરો, પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, પૌલ, રબાડા, રુધરફોર્ડ, સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવ

Previous articleકેરા અડવાણી શાહિદ સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે
Next articleચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર