મોદીજી ન્યાય યોજનાના પૈસા તમારા મિત્ર અનિલ અંબાણીના ત્યાંથી આવશે : રાહુલ

537

લોકસભા ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ કે તમે ઉદ્યોગપતિ દોસ્તોની અનુચિત ફેવર લીધી છે જેમણે આ દેશને લૂંટવાનું કામ કર્યુ છે. તમને જણાવી દઈએ કે શનિવારે રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસે છે જ્યાં તેમણે કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ કે જ્યારે અમે લઘુત્તમ આવક યોજના (દ્ગરૂછરૂ) ની ઘોષણા કરી તો ચોકીદારનો ચહેરો બદલાઈ ગયો.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ત્યારે તેમણે પૂછ્યુ કે આટલા પૈસા ક્યાંથી આવશે તો હું મોદીજીને કહી રહ્યો છુ કે ન્યાયના પૈસા તમારા મિત્ર અનિલ અંબાણી પાસેથી આવશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ એલાન કર્યુ છે કે જો તે કેન્દ્રની સત્તામાં આવશે તો તે દેશના લગભગ ૨૦ ટકા ગરીબ પરિવારોના બેંક ખાતાઓમાં એક વર્ષમાં ૭૨૦૦૦ રૂપિયા જમા કરાવશે. રાહુલ ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ રૂપિયા આપવાની વાત કહી હતી જે એક જૂઠ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તે પાંચ વર્ષમાં ગરીબોના બેંક ખાતામાં ૩.૬૦ લાખ રૂપાય જમા કરાવશે. આ પૈસા લાભાર્થી પરિવારોની મહિલાઓના બેંક ખાતામાં જશે. કોંગ્રેસ અધ્યક્ષે પીએમ નરેન્દ્ર મોદીને ભારતીય વાયુસેના દ્વારા બિઝનેસમેન અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. ભારત અને ફ્રાંસે ૨૦૧૬માં રાફેલ લડાકુ જેટની ખરીદી માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.કોંગ્રેસે આ સોદામાં કથિત રીતે ગરબડનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે તમે ભ્રષ્ટાચાર વિશે વાત કરો છો પરંતુ ભારતીય વાયુસેનાના પૈસા ચોરી કરીને અનિલ અંબાણીને આપી દીધા.

કર્ણાટકની લોકસભા સીટ માટે બે તબક્કામાં મતદાન થશે. કર્ણાટકની લોકસભા સીટ માટે ૧૮ અને ૨૩ એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે.

દરેક તબક્કામાં ૧૪ લોકસભા સીટો છે. કોલાર ક્ષેત્ર જ્યાં રાહુલ ગાંધીએ રેલી કરી ત્યાં ૧૮ એપ્રિલે મતદાન યોજાવાનું છે.

Previous articleમોદીના લીધે જ અંબાણીના અબજો રૂપિયાના ટેક્સ માફ
Next articleમહામિલાવટીઓ દેશનો વિકાસ નથી પચાવી શકતા એટલે નારાજ : મોદી