ગાંધીનગર મહાનગર પાલીકા દ્વારા “સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮” અંતર્ગત પાટનગર ગાંધીનગરને સાફ-સુથરું રાખવા તથા વિવિધ જગ્યાએથી ઉત્પન્ન થતા કચરાને ભીના તથા સુકા કચરાના વર્ગીકરણ અને નિકાલ માટે વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે તા.૭/૧/૨૦૧૮ ને રવિવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે સેક્ટર-૨૩ ખાતેના શિવ શક્તિ મંદિરે આયોજીત પૂ.ભાવનાબેન ગોકલાણીના “આનંદના ગરબા” માં સૌ પ્રથમ વખત નગરના લોકસાહિત્યકાર અને માસ્ટર એન્કર વિનોદભાઈ ઉદેચાના સંકલન થકી ગાંધીનગર મહાનગર પાલિકાને પણ “સ્વચ્છ ભારત મિશન” ના અભિયાનની વાત ખાસ કરીને બહેનો વચ્ચે મૂકવાના પ્રયત્નોને સફળતા મળેલ. આ ગરબામાં ૧૦૦૦ થી પણ વધુ બહેનો ઉપસ્થિત રહેલ અને પૂ. ભાવનાબેન દ્વારા ધર્મલાભની સાથે સાથે રાષ્ટ્રધર્મની લાગણી વ્યક્ત કરતાં ઉપસ્થિત સર્વેએ તેમને તાળીઓથી વધાવી લીધેલ. આ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલીકાના ડે.મ્યુ.કમીશ્નર જે.બી. બારૈયાએ કચરાના વર્ગીકરણના ચુસ્ત પાલન અને કચરાના નિકાલ અંગે માર્ગદર્શન આપેલ.આ પ્રસંગે કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, મ્યુ. કાઉન્સીલર ધીરુભાઈ ડોડીયા તથા ગરબાના યજમાન ચંદુભાઈ પરમાર પરિવાર, મંદિરના પુજારી ધીરુભાઈ તથા ટ્રસ્ટી મહેન્દ્રસિંહ રાઠોડ, સુરેશભાઈ નાયી વગેરેએ સેવા પૂરી પડેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિનોદભાઈ ઉદેચાએ કરેલ.