મહાપાલીકા દ્વારા ઝીંકવામાં આવેલ યુઝર્સ ચાર્જ સામે વેપારીઓમાં રોષ

718

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ઘરવેરા, સફાઇવેરો ઉપરાંત વધારાનો યુઝર્સ ચાર્જ વસુલવાનું શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના પીરછલ્લા વોર્ડમાં વેપારીઓને રી-એસએસમેન્ટ કરી મોટી રકમના બીલ પકડાવી દેવામાં આવતા વેપારી વર્ગમાં રોષ જોવા મળ્યો છે. યુઝર્સ ચાર્જ અને રી-એસએસમેન્ટ બીલના વિરોધમાં સાકાર હોલ ખાતે મળેલી વેપારીઓની મીટીંગમાં ચેમ્બર પ્રમુખ સુનીલભાઇ વડોદરીયા, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સમીરભાઇ શાહ, નિમેશભાઇ દેસાઇ, સુનિલભાઇ મકાતી, રાજુભાઇ શેઠ, ભરતભાઇ કોટીલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવતો યુઝર્સ ચાર્જ અને રી-એસએસમેન્ટ બીલ અંગે તંત્રને રજુઆત કરવા ઉપરાંત વાંધા અરજી આપ્યા બાદ તબક્કાવાર કાર્યક્રમ યોજવા નક્કી કરવામાં આવેલ. આ મીટીંગમાં ભાવનગર શહેરના ૪૦ જેટલા વેપારી મંડળના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા ંહતા.

Previous articleહથિયાર સાથે નવ ઇસમોને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ
Next articleહું હોલિવૂડમાં જવાની આશા રાખુ છું : આલિયા