ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના સમર્થનમાં દિલ્હી કોંગ્રેસ લોકસભા ઇન્ચાર્જ સંજય પાલ ભાવનગર આવ્યા હતા. તેમણે માઇનોરીટી સેલના ચેરમેન અનવરખાન પઠાણને સાથે રાખીને તખ્તેશ્વર વોર્ડ સહિતના વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જેમાં કોંગ્રેસ મહિલા પ્રમુખ પારૂલબેન ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, લાલભા ગોહિલ, રજાક કુરેશી, અબઝલખાન પઠાણ સહિત જોડાયા હતા અનેે લોકોને મળી કોંગ્રેસને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.