તા.૧૨. ૪. ૨૦૧૯ ના રોજ વલભીપુર તાલુકાના પીપરીયા ગામે કંચનબેન મહેશભાઈ બોર ચણીયા ને પ્રસુતિ માટે ૧૦૮ ને ફોન કરેલ દર્દીને ૧૦૮ માં હોસપિટલે લઈ જતા હતા ત્યારે રસ્તામાં પ્રસુતિનો દુખાવો ઉપડતા રસ્તામાં જ ડીલીવરી કરાવવાની ફરજ પડેલ અને દર્દીને/ બ્રિચ ડીલેવરી /બાળક ઉંધુ આવેલ હતું આ અત્યંત જોખમી પરિસ્થિતિ ગણાય એમાં ૧૦૮ ના ડોક્ટર નિલેશ રામાનુજ તેમજ બળદેવસિંહ ગોહિલ એે સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી સમયસૂચકતા વાપરી ને જોખમી ડીલેવરી કરાવેલ તેમાં બાળક ઉંધુ આવવાથી શ્વાસોશ્વસ રુંધાઈ જવા ઉપરાંત બાળક રડતું ન હતુ
અને કોઈ અન્ય એક્ટિવિટી ન હતી તો તુરત જ બાળકને કુત્રિમ શ્વાસોશ્વાસ અને સીપીઆર કાર્ડિયાક મસાજ આપેલ તેનાથી બાળકને પુનર્જન્મ મળેલ અને આવી રીતે ૧૦૮ દ્વારા બાળક અને માતા બન્ને ની નવી જિંદગી મળેલ.