સંઘવી હાઈસ્કુલ રાજુલા દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાઈ

805
guj1012018-2.jpg

જે.એ. સંઘવી હાઈસ્કુલ રાજુલા દ્વારા પ્રાકૃતિક શિક્ષણ શિબિર ચિખલકુબા ગીર ગઢડા રેન્જ મુકામે શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક એચ.ડી. ગુજરીયા દ્વારા દિવસ-રની શિક્ષણ શિબિરમાં ભાગ લીધો. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં જંગલ વિસ્તારમાં મુંડીયા વોચ, કેંપ સાઈડ, રાવલ નદી, રાવલ ડેમ, જંગલમાં રહેતા ચારણ-માલધારીઓની મુલાકાત વગેરે સ્થળોની પ્રાકૃતિક અને ઐતિહાસિક માહિતી વિદ્યાર્થીઓને ડીએફઓ પંડયા, ફોરેસ્ટર પ્રમોદભાઈ અને ટ્રેકર વનરાજભાઈ કોટીલા દ્વારા માહિતી આપવામાં આવી. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરની પ્રવૃત્તિને શાળાના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી અને આચાર્ય ડી.એ. પંપાણીયાએ બિરદાવી હતી.

Previous articleદામનગરની પોસ્ટ ઓફીસનું લાંબા સમયથી મોડમ બંધ..!
Next articleમંઢા પ્રા.શાળાનો શૈક્ષણિક પ્રવાસ