વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળનાં સંયુક્ત ઉપક્રમે આજે રામનવમી નિમિત્તે ભાવનગર શહેરમાં પરંપરાગત શ્રીરામલલ્લાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે તપસ્વીબાપુની વાડી પરીમલ ખાતેથી નીકળી શહેરના મુખ્યમાર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને પરત ફરી હતી. આ યાત્રામાં પુલવામાં શહીદ જવાનોની ઝાંખી કરાવવા સાથે ફંડ એકત્ર કરાયું હતું. આ શોભાયાત્રામાં વિહીપ અને બજરંગદળનાં આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.