રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સા કાપતા મધુ વલ્લભ ગેંગના બે ઝડપાયા

1515

ગઇકાલે સમીરભાઇ આરીફભાઇ ધાનાણી જાતે.મેમણ ઉ.વ.૨૫ રહે. પુંજા પાદર ગામ તા.લીલીયા વાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ જાહેર કરી હતી કે, પોતે સર ટી હોસ્પીટલ ખાતેથી પેસેન્જર રિક્ષામાં બેઠેલ અને રિક્ષામાં અન્ય મુસાફરો પણ હતા અને વાઘાવાડીરોડ ઉપર ઉતરેલ તે દરમ્યાન રિક્ષામાં પોતાનું ખિસ્સુ કપાયેલ અને રોક્ડ રૂપિયા ૧૭,૦૦૦/- ગાયબ હતા આમ ચાલુ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ ખિસ્સા કાતરૂએ પોતાનું ખિસ્સુ કાપી રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- ચોરી કરી લીધા અંગે ફરિયાદ હકિકત જાહેર કરેલ હતી.  ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પ્રદિપસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, લોકોને પેસેન્જર તરીકે બેસાડી મુસાફરોના ખિસ્સા કાપતી ગેંગના માણસો હાલ એસ.ટી. બસ સ્ટેશન બહાર રિક્ષા નંબર જીજે ૨૫-ઝેડ-૩૭૧ સાથે હાજર છે જે હકિકત આધારે તપાસ કરતા બાતમીવાળી રિક્ષા સાથે બે ઇસમો પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.૨૯ રહે. કુંભારવાડા મોક્ષમંદિર પાછળ મફતનગર (રિક્ષા ચાલક), મધુભાઇ વલ્લભભાઇ સગર ઉ.વ.૫૫ રહે. દેવજી ભગતની ધર્મશાળા પાસે વડવા વાળાઓને ઝડપી પાડેલ હતા અને બંન્ને પાસેથી રોકડ રૂપિયા ૧૭,૦૦૦/- કબ્જે કરવામાં આવેલ છે અને ગુન્હામાં વાપરેલ રિક્ષા નંબર જીજે-૨૫-ઝેડ-૩૭૧ કિ.રૂ઼. ૩૦,૦૦૦/- ની કબ્જે કરવામાં આવેલ છે  બંન્ને આરોપીઓ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, પકડાયેલ મધુ વલ્લભ સગર કુખ્યાત ખિસ્સા કાતરૂ છે અને અનેક ગુન્હાઓમાં અનેક વખત પકડાઇ ચુકેલ છે. આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Previous articleઇસ્લામનો મઝહબ દયા, શાંતિ, ક્ષમાનો પૈગામ આતંકવાદનો વિરોધ : હ.સૈયદ મોહંમદ હાશ્મી
Next articleબ્રાડ પીટ અને એન્જેલિના ફરી સત્તાવાર રીતે સિંગલ