ભારતીય ક્રિકેટ ટીમ પાંચમી જૂનના દિવસે રમીને વર્લ્ડકપની શરૂઆત કરશે. ૩૦મી મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. ટીમમાં ધારણા પ્રમાણે જ ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો નથી. ઋષભ પંતની જગ્યાએ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે.ભારતીય ટીમની મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.
- ૫મી જૂન : રોજબાઉલમાં દક્ષિણ આફ્રિકા સામે (બપોરે-૩)
- ૯મી જૂન : ઓવેલમાં ઓસ્ટ્રેલિયા સામે (બપોરે-૩)
- ૧૩મી જૂન : ટેન્ટબ્રિજમાં ન્યુઝીલેન્ડ સામે (બપોરે-૩)
- ૧૬મી જૂન : ઓલ્ડટ્રેફર્ડમાં પાકિસ્તાન સામે (બપોરે-૩)
- ૨૨મી જૂન : રોજબાઉલમાં અફઘાનિસ્તાન સામે (બપોરે-૩)
- ૨૭મી જૂન : ઓલ્ડટ્રેફર્ડમાં વિન્ડિઝ સામે (બપોરે-૩)
- ૩૦મી જૂન : એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે (બપોરે-૩)
- બીજી જુલાઈ : એજબેસ્ટનમાં બાંગ્લાદેશ સામે (બપોરે-૩)
- ૬ઠ્ઠી જુલાઈ : હેડિંગ્લેમાં શ્રીલંકા સામે (બપોરે-૩)