રવિ કિશનની પુત્રી રિવા પણ હવે બોલિવુડમાં પ્રવેશ કરશે

694

રવિ કિશનની પુત્રી રિવા પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મળેલી માહિતી મુજબ તેને સારી ફિલ્મ હાથ લાગી ગઈ છે. આ સંદર્ભમાં રવિ કિશન દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પદ્મની કોલ્હાપુરી અને ફિલ્મ નિર્માતા પ્રદીપ શર્માના પુત્ર પ્રિયાંક સાથે તે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. પ્રથમ વખત ફિલ્મ નિર્દેશન કરી રહેલા કરણ કશ્યપની ફિલ્મ સબ કુશલ મંગલ નામની ફિલ્મ સાથે તે બોલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાની પણ મહત્વપૂર્મ ભૂમિકા રહેલી છે. હવે આ ફિલ્મમાં અભૂતપૂર્વ ફેરફાર થઇ રહ્યા છે. રવિ કિશનની પુત્રી કોમેડી ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. નીતિન મનમોહનની પુત્રી પ્રાચી દ્વારા નિર્મિત ફિલ્મમાં બોલીવુડની નવી અભિનેત્રી આવી રહી છે. રવિ કિશનની પુત્રી રિવાને લઇને ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા રવિ કિશનન પુત્રી ફિલ્મને લઇને આશાવાદી છે. પ્રાચીએ માહિતી આપતા કહ્યું છે કે, રવિ કિશન અને તેમના પરિવાર વચ્ચે ખુબ સારા સંબંધો રહેલા છે.

Previous articleવરૂણ અને સારા અલી કુલી નંબર વન ફિલ્મમાં ચમકશે
Next articleસારી અભિનેત્રી હોવા છતાં પત્રલેખાની પાસે ફિલ્મ નથી