લખનૌ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ વિરુદ્ધ શત્રઘ્ન સિન્હાની પત્નિ પૂનમ સિન્હા ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા જણાય રહી છે. સુત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે, સમાજવાદી પાર્ટી અને બહૂજન સમાજ પાર્ટી ગઠબંધન પુનમ સિન્હાને ટીકિટ આપી શકે છે. મળતી જાણકારી પ્રમાણે શત્રૃઘ્ન સિન્હાની પત્નિ પુનમ સિન્હાએ ડિમ્પલ યાદવની હાજરીમાં સમાજવાદી પ્રાર્ટી જોઇન કરી છે અને આ કારણે લખનૌ સીટ પરથી સમાજવાદી પાર્ટી તેમને ટીકિટ આપે તેવી શક્યતા પ્રબળ બની છે.
સમાજવાદી પાર્ટીએ હજૂ સુધી અહીં ઉમેદવારની જાહેરાત કરી નથી અને આજ કારણે સૌની નજર લખનૌ પર અટકેલી છે. અહીં ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ ૧૮ એપ્રિલ છે. જ્યારે મતદાન ૬ મે યોજાશે.
નોંધનીય છે કે, લખનૌ સીટ પર છેલ્લા ૨૮ વર્ષોથી ભાજપનો કબ્જો છે અને આ સીટ પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ પ્રતિનિધિત્વ કરેલું છે.