પાણીપુરી અને ભેળપુરીમાં ભાવનગર શહેરમાં આગવું નામ ધરાવતા મહાપાલીકા કચેરી સામે આવેલા પપ્પુભાઇ પાણીપુરી વાળાની લારીએ આજે એક ગ્રાહક નાસ્તો કરવા આવેલ. તેની ભેળપુરીની ડીસમાંથી વાંદો નીકળતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ બનાવને લઇને લોકોના ટોળેટોળા એક્ઠા થયા હતા. અને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા પપ્પુભાઇ પાણીપુરી વાળા સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. જો કે આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં લેવાય છે તેનાં પર સૌની મીટ મંડાય છે.