શહેરનાં ભરતનગર હરિૐ ગૃપ દ્વારા ભાવનગરથી સાળંગપુર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. સતત ૧૬ વર્ષથી ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે ભાવનગરથી સાળંગપુર સુધીની પદયાત્રા યોજવામાં આવે છે. આ પદયાત્રા આજે શહેરનાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને પ્રસ્થાન કરી હતી. યાત્રામાં ૧૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા છે જે હનુમાન જયંતિના દિવસે સાળંગપુર પહોંચી દર્શન કરી પરત ફરશે.