બોટાદના ખસ રોડ પર મોડલ સ્કુલની પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જાહેરમાં જુગાર રમતા ૧૦ ઈસમોને બોટાદ એલસીબી ટીમે બાતમી રાહે દરોડો પાડી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
બોટાદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.બી.પટેલની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. જે.જે.જાડેજા, હેડ કોન્સ. હેમરાજભાઇ બારડ, પો.કોન્સ. રામદેવસિંહ મોરી, પો.કોન્સ. જયપાલસિંહ ચુડાસમા, પો.કોન્સ. વનરાજભાઇ બોરીચા, પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલા એ રીતેના સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન બોટાદ, ખસ રોડ ઉપર આવેલ મોડલ સ્કુલની પાછળ ખુલ્લામાં ઘોડીપાસાનો જુગાર રમતા કુલ-૧૦ જુગારીઓ જેમાં હુસેનભાઇ સતારભાઇ પરીયાણી ઉ.વ.૫૫, સુલતાનભાઇ ઇકબાલભાઇ પીરાણી ઉ.વ.૩૪, ઇલીયાસભાઇ દિનમહમદભાઇ બાવળીયા ઉ.વ.૪૫, સલીમભાઇ અજીતભાઇ પરીયાણી ઉ.વ.૩૪, અનીસભાઇ જમાલભાઇ પોપટીયા ઉ.વ.૩ર, અબ્દુલભાઇ કાદરભાઇ ખંભાતી ઉ.વ.૨૮, હબીબભાઇ અબ્દુલભાઇ વડીયા ઉ.વ.૪૭, શીવરાજભાઇ ધીરૂભાઇ ખાચર ઉ.વ.૨૬, એહમદભાઇ અનવરભાઇ ખોખર ઉ.વ.૩૬ અને નઝીરભાઇ હારૂનભાઇ હબીબાણી ઉ.વ.૨૭ તમામ રહે-બોટાદ વાળાઓને રોકડા રૂા.૨૪,૪૦૦/- તથા ઘોડીપાસા નંગ-૦૨સાથે પકડી પાડી જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ.