શહેરના અનંતવાડી નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ, શહેરના અનંતવાડી નવજીવન સોસાયટીમાં રહેતા પરણીત યુવાન સન્નીભાઈ મનુભાઈ સોલંકી ઉ.વ.ર૭ જે એક સંતાનના પિતા છે. જેઓએ કોઈ કારણોસર પિતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.