આવતીકાલથી પ્રારંભ થતાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના પંદર દિવસનું સંક્ષિપ્ત પંચાંગ – અવલોકન

703

આવતીકાલ તા. ર૦-૪-ર૦૧૯થી પ્રારંભ થતાં ચૈત્ર માસનો કૃષ્ણપક્ષ તા. ૦૪-૦પ-૧૯ના રોજ અમાવાસ્યાને દિવસે પુર્ણ થશે. ઉત્તરભારત, વ્રજભુમિ તથા રાજસ્થાનમાં પુર્ણિમાન્ત વૈશાખમાસનો પ્રારંભ થશે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ જોઈએ તો તા. ર૦ ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ તા. ર૧ મુસ્લિમ શબ્બેબરાત – ઈસ્ટર સન્ડે તા. રર સંકષ્ટ ચતુર્થી (ચન્દ્રોદયનો સમય ક. રર મિ. ૦૦) તા. ર૩ બાબુ કેપુરસિંહ દિન (બિહાર) તા. ર૪ પ્લુટો ગ્રહ વક્રી તા. ર૬ કાલાષ્ટમી તા. ૩૦ એકાદશી – શ્રી વલ્લભાચાર્ય જયંતિ – શનિવક્રી તા. ૦૧ મહારાષ્ટ્રીય-ગુજરાત દિન અને તા. ૦૪ના રોજ દર્શ અમાવાસ્યા છે.

આ પક્ષમાં વિંછુડો તા. ર૧ (પ્રારંભ કી. ૧૧-૧૪)થી તા. ર૩ (સમાપ્તિ ક. ૧૭ મિ. ૧૮) સુધી છે. જયારે પંચક તા. ર૮ (પ્રારંભ ક. ૧૭ મિ. ૪૬)થી તા. ૦૩ (ક. ૧૪-૪૧) સુધી રહેશે.

ગોચર ગ્રહોની ચાલ જોઈએ તો આ પક્ષ દરમ્યાન સુર્ય મેષ રાશિમા, મંગળ વૃષભ રાશિમાં, બુધ મીન રાશિમાં ગુરૂ ધન તથા વૃશ્વિકમાં, શુક્ર મીનમાં, શનિ ધનમાં, રાહુ મિથુન તથા કેતુ ધન રાશિમાં ભ્રમણ કરશે. જયારે ચન્દ્ર ગ્રહ અતિશય ઝડપી હોઈને મેષ રાશિથી તુલા રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. સુર્ય-શુક્ર ઉચ્ચના બને છે. આ પખવાડીયામાં જન્મેલી વ્યક્તિઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરનાર, માતા પિતા પ્રત્યે સન્માનની લાગણી ધરાવનાર તથા કલાપ્રિય થાય. તેના ગ્રહો જન્મ પછી પિતા માટે તથા મોસાળ માટે ઉન્નતિકર્તા બની જશે.

ખગોળ રસિકોએ આ પખવાડીયામાં થનારી તા. ર૩ ચન્દ્ર-ગુરૂની, તા. રપ ચન્દ્ર શનિની, તા. ૦ર ચન્દ્ર-શુક્રની તથા તા. ૦૩ ચન્દ્ર – બુધની યુતિઓ ખાસ નિહાળવા સુચન છે.

આ પખવાડીયા દરમ્યાનના ગ્રહમાનનો ઝીણવટથી અભ્યાસ કરતા સંક્ષિપ્ત – સમીક્ષા કરીએ તો ખાસ કરીને મેષ- મિથુન – સિંહ તથા તુલા રાશિ વાળા વર્ગ માટે શ્રેષ્ઠ ફળદાયક બની રહેશે. તેમના માટે વર્તમાન તબક્કો સુખ – સંતોષ પ્રગતિ – ધનલાભ તથા મહત્વપુર્ણ કાર્યોની સફળતા માટે નવી નવી તકોના ઉદ્દભવનું સુચન કરે છે.

કુંભ-ધન-વૃષભ તથા કર્ક રાશિ ધરાવતી વ્યક્તિઓને માટે આ દિવસો મધ્યમ ફળદાયક બની રહે ખાસ કરીને તેમને આર્થિક ચિંતા, વ્યર્થ વાદ વિવાદ, શારીરિક પીડા (ખાસ કરીને ચામડીના દર્દો) વિના કારણ આક્ષેપો કે ગેરસમજો તથા નાની મોટી સમસ્યાઓમાંથી પસાર થવું પડે. પીડા નિવારણ માટે દર બુધવારે પોતાની શક્તિ મુજબ પશુ-પક્ષી કે જરૂરતમંદ લોકોને ઉપયોગી થવા પ્રયત્ન કરવો.

જયારે મીન-મકર-વૃશ્વિક તથા કન્યા રાશિ ધરાવતા ભાઈ-બહેનો માટે આ તબક્કો પ્રતિકુળતાજનક તથા કસોટીમય સાબિત થાય. વ્યગ્રતા, અપપદા, મહત્વના આ યોજનોમાં વિઘ્નો, વિલંબ – કૌટુમ્બિક કલેશ, સ્વજનો સાથે નાની નાની બાબતોમાં વિવાદ તથા માનહાનિનો ડગલેને પગલે સામનો કરવો પડે. પ્રતિકુળતા નિવારવા માટે પોતાનીશ ક્તિ મુજબ દર ગુરૂવારે પોતાની ક્ષમતા પ્રમાણે પશુ-પક્ષી કે જરૂરીયાત વાળા ગરીબ લોકોને બની શકેત ેટલો ઉપયોગી થવા પ્રયત્ન કરવો. વ્યકિતગત અંગત પ્રશ્નોના સમાધાન માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧  તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર વિદ્વાન જયોતિષીઓનો સંપર્ક કરી શકશે.

Previous articleકોંગ્રેસ ગરીબી મિટાવી દેશે, લોકોની સરકાર હશે : રાહુલ
Next articleહનુમાન : યુવાનોનું આદર્શ ચરિત્ર