હનુમાન : યુવાનોનું આદર્શ ચરિત્ર

985

ભારત એક એવો મહાન દેશ છે કે જયાં ભકતોની પરંપરા નિર્માણ થઇ છે. પરંતુ એક પણ ભકતનું ન તો સ્વતંત્ર મંદિર છે ન તો ભગવાનના મંદિરમાં સ્થાન છે. પરંતુ હનુમાન જેવા રામભકત કે જયાં જયાં પ્રભુ રામચંદ્રનું મંદિર છે. ત્યાં ત્યાં તેમનું પણ સ્થાન હોય જ એટલું જ નહી ઠેકઠેકાણે હનુમાનજીનું સ્વતંત્ર મંદિર પણ છે. લોકોએ તો હનુમાનને દેવ સમજીને પૂજન કર્યું પરંતુ પ્રભુ રામચંદ્રની પણ તેમની માટેની ભાવના સમજી લેવા જેવી છે. રામ કહે હનુમાનના બાહુવીર્યના લીધે મને લંકા, સીતા, વિજય તથા બાંધવો મળ્યો છે. તેથી હનુમાનને પ્રભુ રામે હદય સરસા ચાંપી આલિંગન આપે છે.

હનુમાન જેવા મહાન રામભકતે રામને ઋણી રાખ્યા છે. તેથી જ તો યુવાનોએ સમજવે જોઇએ કે કોઇપણ ભકતની જયંતી ન ઉજવતા રામ ભકત હનુમાનની જન્મ જયંતી હજારો વર્ષોથી ઉજવાય છે.

મહાપરાક્રમી હનુમાન ચૈત્ર પૂર્ણિમાના દિવસે લાભ મુહુર્તમાં કેસરીરાજ વાનરની પત્ની અંજની કુખે વાયુદેવના પ્રસાદ તરીકે હનુમાનનો જન્મ થયો જેને રૂદ્રનો અવતાર પણ કહેવામાં આવે છે. નાનપણી જ હનુમાન પરાક્રમી હતા. સૂર્યબંબને ફળ સમજી પકડવા પ્રયત્ન કર્યો તે વખતે રાહુ સૂર્યનો ગ્રાસ કરતો હતો તેથી એકના બદલે તેમણે બે ફળ જોઇ મારૂતી તેની તરફ વળ્યા ગભરાઇને તેણે ઇન્દ્રની મદદ માંગી. ઇન્દ્રે મારૂતિની દાઢી ઉપર વ્રજનો પ્રહાર કર્યો અને હનુમાન મૂચ્છિત થયા. વાયુદેવ ગુસ્સે થયા તેથી બધા દેવોએ હનુમાનને વરદાન આપ્યા. ઇન્દ્રે કહયું મારું વજ્ર આપુ તેને કદી મારી શકશે નહી. સૂર્યે બુધ્ધિમતા આપી, કુબેરે ગદા આપી, બ્રહમદેવે અભયત્વ આપ્યું તેથી હનુમાન મહાયજ્ઞક્રમી બન્યા.

બુદ્ધિમાનોમાં વરિષ્ઠ વિચારવંત કેવળ શરીર નહીં પણ ગુણોને જુએ છે અને જ્ઞાની પુરૂષ શરીર અને ગુણોને તો જુએ જ છે પણ તે માનવીમાં રહેલા આત્મતત્વનો પણ વિચાર કરે છે. ઋષ્મૂક પર્વત પર ધનુધારી રામ અને લક્ષ્મણને આવતા જોઇ સુગ્રીવે તે બંને કોણ છે તેની ભાળ મેળવવા હનુમાનને મોકલી આપ્યા હતા. વિભિષણને આશ્રય આપવો કે નહીં તે માટે રામે હનુમાનને પૂછયું હતું.

હનુમાન ધીર-વીર અને રાજનીતિ નીપૂણ આ વિશેષણોથી ભરપુર હતા. તેમજ તેઓ બળ, બુદ્ધિથી સંપન્ન હતા. તેમને માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઉંડુ જ્ઞાન હતું. ટૂંકમાં કહીએ તો હનુમાન પાસે જબરદસ્ત બુદ્ધિમતા અને વિદ્ધતા હતી. તેથી તો તેને બુદ્ધિમતાં વરિષ્ઠં કહેવામાં આવે છે.

હનુમાનજી યુવાનોના આદર્શ હતા. તેઓ રામના આજીવન રામના દાસ થઇને રહયા. એટલે તો કરી શકાય કે હનુમાન એટલે સેવક અને સૌનીકનો સહયોગ. તેમજ ભકિત અને શકિતનો સુભગ સમન્વય. આજે સમાજમાં જયાં ત્યાં રાવણો અને કુંભકર્ણોના વિચારો જોવા મળે છે. ત્યારે આવા સમયમાં હનુમાનના બુદ્ધિનિષ્ઠ વિચારની જરૂર છે. તો કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર સુખી અને સમૃદ્ધ બનશે.

ટૂંકમાં કહીએ તો આજે શનિવારે ફકત હનુમાનના મંદિરે તેલ ન ચડાવતા યુવાનોએ જીવનમાં હનુમાનની રામ પ્રત્યેની અને સમાજ પ્રત્યેનીની ભાવના આપણા જીવનમાં લાવી હનુમાનના સૌનીક બની હનુમાન જયંતી ખરા અર્થમાં ઉજવવી જોઇએ.

હનુમાન બજરંગી

બજરંગી હો હનુમાન બજરંગી

સીતા-રામની સેવાના સંગી હો હનુમાન બજરંગી

જન્મ્યો ત્યાંથી જાગીયો અને  જિત્યો મનનો મદ

વજ્રકછોટો વાળીને કાયા કીધી દ્રઢ

દ્રઢ કાયા અભંગ એક રંગી હો હનુમાન બજરંગી

બજરંગી હો હનુમાન બજરંગી

લક્ષ્મણજી રણમાં ઢળ્યા અને મુર્છા ધેર્યો જીવ

દ્રોણાચલમાં દુર જઈ દિ ઉગતામાં દિવ્ય,

લાવી આયી ઔષધિ રાત વહી, હો હનુમાન બજરંગી

બજરંગી હો હનુમાન બજરંગી

સીતા-રામની સેવાના સંગી હો હનુમાન બજરંગી

સેવાના બદલે મણી માળા કરમાળ

ટુકડા કરી શોધી વળ્યો પણ ઈશ્વર અંતરમાય

રામ રાખ્યા હૃદયમાં સંગી હો હનુમાન બજરંગી

બજરંગી હો હનુમાન બજરંગી

સીતા-રામની સેવાના સંગી હો હનુમાન બજરંગી

– કનુભાઈ આચાર્ય

Previous articleઆવતીકાલથી પ્રારંભ થતાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના પંદર દિવસનું સંક્ષિપ્ત પંચાંગ – અવલોકન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે