જીતુભાઈ વાઘાણી દ્વારા બાળકોને પતંગ વિતરણ

728
bhav11-1-2018-4.jpg

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા આજે તેમના મત વિસ્તારની શાળાના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવે છે તેના ભાગરૂપે સતત છઠ્ઠા વર્ષે પતંગ વિતરણના ભાગરૂપે આજે તેમના મત વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવેલ તેમજ દરેક બાળકોને પોષ્ટિક નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, સ્થાનિક આગેવાનો તથા શાળાના આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા અને બાળકોને મકરસંક્રાંતિ પર્વે શુભેચ્છા પાઠવી હતી.

Previous article અનંતવાડીના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
Next article જાફરાબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભા, કારોબારી મળી