વેરો વસુલવા ૮૧ હજાર કરતા વધુ બીલો મોકલાયા બીલો બારીએથી મેળવી લેવા
ભાવનગર મહાનગરપાલિકા ઘેરવેરા વસુલવા માટેની શરૂ કરેલી ઝુંબેશ રીબેટ યોજનામાં શરૂ છે. જેમાં સેવાસદને કુલ ૧ લાખ ૯૪ હજાર, ૬૧૧ ઘરવેરા જૂના બીલો પ્રિન્ટ થયા છે. અને તા.૧૬ એપ્રિલ સુધીમાં ૮૧ હજાર ૩૬૮ બીલો તંત્ર દ્વારા જે તે આસામીઓને મોકલાય પણ ગયા છે. તંત્ર સુમાહિત વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર શહેરના લોકોને સેવાસદન દ્વારા બીલો અપાય રહ્યા છે. જે આસામીઓને બીલ ન મળ્યા હોય અને રીબેટ લાભ મેળવા ઘરવેરા બારીએથી પ્રિન્ટ બીલો કઢાવી લેવા જોઇએ. બીલો મોકલવાનું બંધ કરેલ નથી. આથી બીલો ભરવા બીલો મેળવી લેવા. આમ, બીલો લેવાની પ્રક્રિયા ઝુંબેશ સઘન રીતે ચાલી રહી છે.
૨૦૨૦ સ્વચ્છતા સર્વેક્ષણ લોન્ચીંગ પ્રક્રિયા લોકોની સુવિધામાં વધારો થશે
ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦નું લોન્ચીંગ કરેલ છે. જેમાં શહેરી સ્વચ્છતા અંગે દર ત્રણ માસે ચકાસણીઓ થશે અને શહેરના નાગરિકોની સુવિધા વધે તે માટે કોર્પોરેશન સતત પ્રયત્નશીલ બની રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ નાગરિકોની ફરજો અને જવાબદારીઓ પર ખૂબ જ ભાર અપાય રહ્યો છે. આ માટે મહાનગર સેવા સદન દ્વારા સઘન કામગીરીઓ પૂરઝડપે થઇ રહ્યાનું સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
દર વર્ષે દહાડે સ્વચ્છતા સફાઇ માટે રૂા.૪૮ થી ૫૦ કરોડનો મોટો ખર્ચ થાય છે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દહાડે સ્વચ્છતા સફાઇ માટેનો રૂા.૪૮ થી ૫૦ કરોડ જેવો ખર્ચ થવા જાય છે. તેવી વાત સેવાસદન દ્વારા જાણવા મળે છે. સેવા સદન દ્વારા દર વર્ષે દાડે આટલો મોટો ખર્ચ થવા છતા સ્વચ્છતા સફાઇ માટે પ્રજાકિય ફરિયાદો પાર વગરની રહે છે. સફાઇ કામદારો ઓછા હોવાની વાત પણ થતી રહે છે. સેવા સદને શહેરી સ્વચ્છતા સફાઇ માટે નક્કર પ્લાનિંગ આયોજન કરવું જોઇએ તેનો માટે અભાવ જોવા મળે છે. કારણ કે, શહેરના ૧૩ વોર્ડ વિસ્તારો નવા ૫ ગામો ભળ્યા વગેરે બાબતો પણ સ્વચ્છતા મુદ્દે ધ્યાને કેન્દ્રીત કરે છે. આમ, હકીકત હોવા છતાં સફાઇની સેવકો દ્વારા ફરિયાદો થતી જ રહે છે. તે માટે પ્લાનિંગ આયોજનનો અભાવ પણ જોવા મળે છે.
ચૂંટણીને કારણે મહાનગરપાલિકાની ડાયરી એક મહિનો મોડી બહાર પડશે
લોકસભાની કાર્યવાહીને કારણે હવે ભાવનગર મહાનગરપાલિકાની ડાયરી એક મહિનો મોડી બહાર પડશે સેવકોમાં ચર્ચાનો શરૂ થયેલો દોર. એપ્રિલમાં ડાયરી છપાઇ જવી જોઇએ તેમાં વિલંબ થવા માંડે છે. ત્રણ હજાર ડાયરી અંદાજીત ચાર લાખ ઉપરાંતના ખર્ચે છપાશે. એક ડાયરીની કિંમત રૂા.૧૫૦ અંદાજવામાં આવે છે. હવે ડાયરી મે મહિનામાં બહાર પડશે તેમ જાણવા મળે છે.
ઘરવેરા બીલો વસુલાતમાં રૂા.૧૮ કરોડ જેવી રકમ મળી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા ટેક્ષ વસુલાતમાં તા.૧૭મી સુધીમાં રૂા.૧૮ કરોડ જેવી રકમ વસુલાત થયાનું સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
નગરસેવકો હવે દાખલાઓ આપતા પણ ભડકે છે !
ભાવનગર મહાનગરપાલિકાના નગર સેવકો હવે સ્કુલોના વિદ્યાર્થીઓને કે અન્ય નાગરિકોના નાના મોટા કામકાજ માટે દાખલાઓ દેવામાં હિચકીચાટ અનુભવી રહ્યા છે. ઘણા સેવકો તો દાખલાઓ આપતા ભડકે છે. પરિણામે દાખલાઓ લેવા આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે. આવા દાખલાઓમાં ભણતા બાળકોની શિષ્યવૃત્તિનો પણ સમાવેશ થાય છે.
મહાનગર સેવાસદનમાં પર માંથી બધા જ સેવકો ગેરહાજર
લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. સેવકો વોર્ડોમાં આટાફેરા મારે છે. ઘણાં દિવસોથી સેવકોએ સેવાસદન જોયું નથી આજની તારીખે એટલે કે તા.૧૮મી એ બાવન સેવકોમાંથી બાવને બાવન ગેરહાજર જોવા મળેલ. મળવા આવેલ અરજદારો કચવાટ સાથે પાછા ગયા હતા. તેમ સેવાસદન વર્તુળ દ્વારા જાણવા મળે છે.
બેઠકમાં આરો.કમીટીના ચેરમેનની બાદબાકી
ભાવનગર મહાનગરપાલિકા યુઝર્સ ચાર્જ પીરછલ્લા મુદ્દે મેયર ચેમ્બરે વેપારીઓનેી મળેલી બેઠકમાં જે મુદ્દાની વધુ ચર્ચા થઇ તે યુઝર્સ ચાર્જ આજે કાર્યક્ષેત્રની આરોગ્ય કમીટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાની બેઠકમાં ગેરહાજરીએ સેવકોમાં ચર્ચા ઉભી કરી છે. પરંતુ આરોગ્ય કમીટી ચેરમેન રાબડીયાને આવી વાતની ખબર જ નથી તેવો સેવક વર્તુળ દ્વારા નિર્દેશ થવા પામ્યો છે. ખાલી આરોગ્ય કમીટી ચેરમેન જ ન હોતા એવું નથી પણ આખી આરોગ્ય કમીટી જ અજાણની વાત પણ કેટલાક સેવકગણમાંથી જાણવા મળે છે.