પેથાપુરમાં મતદાન જાગૃતિ અભિયાન યોજાયું

633

આધાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પેથાપુરમાં મતદાન માટેને શપથ ગ્રામજનોને લેવડાવ્યા હતા. ઉપરાંત ગામમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પેથાપુરના બજારચોક, ચન્દ્રીકા માતાજીનું મંદિર, પેથાપુર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ફરીને ગ્રામજનોને મતદાન કરવાના સોગંધ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પેથાપુર એસ ટી બસ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ કે.સી.ડાભી, મંત્રી નટુભાઇ દરજી, દૂધ મંડળની સભ્યો, વેપારીઓ, નગરજનો તેમજ શારદા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ, આધાર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ભાવેશભાઇ ભાવસાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅશ્વિન ત્રિવેદી અને ભવ્ય ત્રિવેદી દ્વારા વિશ્વ વિક્રમ એનાયત
Next articleપાટનગરમાં સરિતા ઉદ્યાનમાં હેમ રેડિયો સપ્તાહની ઉજવણી કરાઇ