ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ તાત્કાલિક હનુમાન મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સ્ટોલ બનાવવા મા આવેલ જેમાં ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે
હનુમાનજી ની જન્મ જયંતિ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કાલ રાત્રે થીજ અવિરત માનવ પ્રવાહ શરૂ થયગયેલ જે અનુસંધાને દરેક દિશા એ પાલ સેવા સ્ટોલ ઠંડાપાણી ચા શરબત ફુટડિશ અનેક પ્રકારના અલ્પહારો ના ઉપહાર સાથે સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓના સ્વયમ સેવકો ની સુંદર સેવા ઓ પદયાત્રી ઓ માટે કરવામાં આવેલ છે.
ઢસા જંકશન ખાતે આવેલ તાત્કાલિક હનુમાન મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ચા.પાણી નાસ્તા સહીત નો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.
આ સેવામાં ઢસા શાર્ક માકેટ ના વેપારી યુવાનો વડીલો સહિત ગામનાં આગેવાનો જોડાયાં હતાં આ સ્ટોલ ૨૪ કલાક સુધી ધમધમતો રહશે જેનો લાભ હજારો પદયાત્રી ઓ સહીત ઢસા ની જનતા મોટી સંખ્યામાં પ્રસાદ લેવા ઉમટેલ. ઢસા ખાતે આવેલ તમામ હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.