પ્રેરણા વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

1009
gandhi1212018-4.jpg

ગાંધીનગરના સેકટર – પ/એ ખાતે કાર્યરત પ્રેરણા વિદ્યાલયના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે સેકટર – ૧ર ખાતે આવેલ આંબેડકર હોલમાં મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજય પરીક્ષા બોર્ડના સચિવ જલુ સાહેબ, આસી. કમિશનર ફીસરીઝના પ્રદ્યુમનસિંહ વાઘેલા, સબ્જેકટ એકસપર્ટ ખાસ ઘટક કમિશનર ઓફ સ્કુલના કલાસ-ર અધિકારી અને પ્રેરણા વિદ્યાલયના ભૂતપૂર્વ આચાર્યા સ્વાતીબા રાઓલ, મોટીવેશનલ ટ્રેનર મૌલિકભાઈ સોની તથા પ્રેરણા વિદ્યાલયના ટ્રસ્ટી પ્રદિપસિંહ બિહોલા, નરેશભાઈ શાહ, આર. એમ.પટેલ તથા વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા પરીક્ષાલક્ષી માહિતી આપી તેમાં સફળ થવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને ડરને દૂર કરવા માટે વિવિધ ઉદાહરણ આપી મોટીવેટ કર્યા હતા. તેમને બોર્ડની પરીક્ષામાં પેપરો કેવી રીતે લખવા અને વાંચવું તેમજ યાદ કેવી રીતે રાખવી તથા જીવનમાં સફળતા માટે મહેનત એક માત્ર ઉકેલ હોવાનું જણાવ્યું હતું. જવલંત સફળતા મેળવે તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપી બાળકોને ઉત્સાહિત કર્યા હતા. 

Previous articleગાંધીનગરના વાવોલ અને સે-ર૪ માંથી જુગારીઓ ઝડપાયા
Next articleમાણસા પાસે લકઝરી અને એસટી વચ્ચે અકસ્માતઃ લકઝરી ચાલક ફરાર