બેંગલોરમાં આવતીકાલે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ્સ ચેજેન્જર્સ બેંગલોર વચ્ચે જંગ ખેલાશે. બેંગલોરની ટીમ ધીમે ધીમે ફોર્મમાં આવી રહી છે. ખાસ કરીને વિરાટ કોહલી હવે ફોર્મમાં આવી રહ્યો છે. જેથી ચેન્નાઇની સામે પડકાર તો રહેશે. પોઇન્ટ ટેબલમાં પોતાના પ્રથમ સ્થાનને જાળવી રાખવા માટે ચેન્નાઇની ટીમ સજ્જ છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગેથી કરવામાં આવનાર છે. ચેન્નાઇ તરફથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રમશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી દેખાઇ રહી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલ આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. મેદાન પર છગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. ડિવિલિયર્સ પણ ફ્લોપ રહ્યો છે.બેંગલોરમાં મેચ હોવાથી વિરાટ કોહલીની ટીમ ઘરઆંગણે વધારે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. બેંગલોરની ટીમ હજુ સુધી નવ મેચોમાં બે મેચો જીતી શકી છે. તે પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાન પર છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ
ચેન્નાઇ સુપર : ધોની (કેપ્ટન), આશીફ, બિલિંગ્સ, બિશ્નોઈ, બ્રાવો, ચહર, પ્લેસિસ, ગાયકવાડ, હરભજનસિંહ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, જગદીશન, મોનુ કુમાર, લુંગીગીડી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન્ટનર, કર્ણ શર્મા, મોહિત શર્મા, શોરે, શાર્દુલ ઠાકુર, મુરલી વિજય, શેન વોટસન, વિલિ.