પેથાપુર મહુડી રોડ પર આવેલ શારદાબેન એજ્યુકેશન કેમ્પસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો મતદાન માટે વધુમાં વધુ જાગૃત થાય અને લોકશાહીના આ પર્વમાં મતદાન થકી પોતાની ફરજ નિભાવે તે માટે મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં પ્રિન્સિપાલ ડૉ. યોગેશભાઈ પટેલ, અજયભાઈ દરજી તથા ચૂંટણી અધિકારી અને કેમ્પસની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.