જેટ એરવેઝની સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે. કંપનીને તાત્કાલીક રીતે કરોડોની જરૂર છે. જો કે બેન્કોએ તાત્કાલીક રાહત આપવાથી મનાઇ કરી દીધી છે. એરલાઈનને ફરીથી શરૂ કરવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ તમામ સમાચાર વચ્ચે હાલ એક કંપની માટે ખુબજ સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી કરવા ઈચ્છે છે.જો કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જેટને ખરીદવા એક્સપ્રેસ ઓફ ઇંટરેસ્ટ જમા કરાવ્યુ નથી. રિપોર્ટ અનુસાર એતિહાદ એરવેઝથી જેટમાં ભાગીદારી ખરીદવાની ઈચ્છા રાખે છે. વર્તમાનમાં એતિહાદની ભાગીદારી ૨૪ ટકા છે. કંપની જેટ ખરીદવા માટે પણ જમા કરાવી દીધો છે. માનવામાં આવી રહ્યુ છે કે મુકેશ અંબાણી આ રસ્તાથી ડૂબતી નૈયા એટલે કે જેટને તારવા કામ કરશે અને એતિહાદની ભાગીદારી ખરીદવા માટે સરકાર પાસે મંજૂરી માંગશે. આ તમામ સમાચારો વચ્ચે જેટના કર્મચારીઓ નાણાંમંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. નાણાં મંત્રીએ મદદ કરવાનો ભરોસો આપ્યો છે. કર્મચારીઓએ કહ્યુ કે કંપની માટે ખુબજ કપરો સમય છે. હાલ તેઓ ઓછામાં ઓછી એક મહિનાની સેલરી માગી રહ્યા છે. તેમના પર કર્જનો બોજ વધી રહ્યો છે. કર્મચારીઓની એટલી કફોડી હાલત છે કે તેમને ઘર ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. આ જ કારણે કર્મચારીઓ પોતાના હકના પૈસા એવા એક મહીનાની સેલરી માંગી રહ્યા છે. તમામ કર્મચારીઓનો એક મહીનાનો પગાર ચુકવવા ૧૭૦ કરોડ રૂપિયાની જરૂર છે.