લોકસભા ચુંટણીના ભાગરૂપે ગુજરાતમાં પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જનસભા યોજી હતી. જેમાં મોદીએ આક્રમક અંદાજમાં સંબોધન કર્યું હતું. મોદીએ અહીં સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવા સાથે કહ્યું હતું કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને કસ્ટડીમાં લઈ લીધો હતો ત્યારે તેઓએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો અમારા પાયલોટને કઈપણ થશે તો છોડવામાં આવશે નહીં. મોદીના આ શબ્દો સાંભળતાની સાથે જ સ્થળ પર મોદી મોદીના નારા લાગ્યા હતા. મોદીએ અપીલ કરતા કહ્યું હતં કે ધરતીના આ પુત્રનું જતન કરવામાં આવે અને ગુજરાતની તમામ ૨૬ સીટો તેમને આપવામાં આવે તે ગૃહ રાજ્યના લોકોની ફરજ છે. તેમણે કહ્યું હતું કે જો ગુજરાતમાં ભાજપને ૨૬માંથી ૨૬ સીટો નહીં મળે તો ૨૩મી મેના દિવસે ટીવી પર ચર્ચા થશે કે આવું કેમ થયું. પાટણમાં આયોજિત જનસભામાં મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાનની ખુરશી રહે કે ના રહે પરંતુ તેઓએ નક્કી કર્યું છે કે કા તો આતંકવાદીઓ જીવિત રહેશે કે તેઓ જીવિત રહેશે. મોદએ પાટણમાં રાષ્ટ્રવાદ કોંગ્રેસ પાર્ટ પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે શરદ પવાર કે છે કે તેમને આ બાબતની માહિતી નથી કે મોદી શુ કરશે.
જો તેમને આ બાબતની માહિતી નથી કે મોદી કાલે શું કરશે તો ઈમરાનખાનને કઈ રીતે ખબર પડશે. મોદીએ જનસભામાં કુંભમેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કુંભની સફાઈને લઈને વાત કરી હતી. કુંભની સફાઈની ચર્ચા અમેરિકામાં પણ જોવા મળી હતી. ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા અને સફાઈકર્મીઓના ચરણસ્પર્શ કર્યા હતા. મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સિદ્ધરાજ જયસિંહની આ ધરતી પર પગ મુકતા જ ગુજરાતની અસ્મિતાનો સુવર્ણ પૃષ્ઠ નજર સમક્ષ ખુલવા માંડે છે. ૬૦૦ વર્ષ સુધી રાજધાની તરીકે ગુજરાતનું માર્ગદર્શન આ ધરતીએ કર્યું છે. દેશ અને વિદેશમાં પોતાની આગવી ઓળખ આ ધરતીએ ઉભી કરી છે. જુના જમાનામાં લખાયેલા પાટણના લેખોમાં ૮૪ ચોક અને ૫૨ બજાર, સોનાની ચાંદીની ટંકશાળ જેવા શબ્દોથી પાટણને કંડારવામાં આવ્યું છે. વીર માયાનું બલિદાન કોઈ ભુલી શકે તેમ નથી. આ ધરતી પર વિજયકુમાર ત્રિવેદી જેવા દિગ્ગજોએ જન્મ લીધો છે. રાણી કી વાવ આજે વર્લ્ડ હેરીટેજમાં સામેલ છે. ભારતની નોટ ઉપર એક તરફ મહાત્મા ગાંધી છે. તો બીજી રાણી કી વાવ છે. અહીંના લોકોએ તેમને દિલ્હી મોકલ્યા છે. જેથી આ બાબત શક્ય બની છે. ગુજરાતનો કોઈ ખુણો એવો નહીં હોય કે જ્યા મારા મન મંદિરમાં અસર છાપ કે સ્થાન સાથે જોડાયેલી પ્રેરક ઘટનાઓ ન હોય. મોદીએ એમ પણ કહ્યું હતું કે તેમના માટે આ ચુંટણી સભા નહીં પરંતુ જેમણે મારૂ ઘડતર કર્યું તેઓના દર્શન કરવાનો અવસર છે. ૪૦ વર્ષમાં દેશની દુર્દશા માટે જવાબદાર કોણ છે. આતંકવાદને કોણે પાળ્યો છે. દેશમાં બર્બાદીના મંજર ઉભા થયા તેના મૂળમાં ફક્ત કોંગ્રેસ જ છે. પ્રથમ અને દ્વિતિય ચરણના મતદાન પછી કોંગ્રેસીઓ ઢીલાઢશ થઈ ગયા છે. તેમના મોઢા લટકી ગયા છે. કોંગ્રેસના નેતાઓને બોલવાના હોશ રહ્યા નથી. ભવિષ્યમાં દેશના જવાનો માટે વિદેશથી રાયફલો ખરીદવાની રહેશે નહીં. ભારતની રાયફલોનો વેચાણ સમગ્ર વિશ્વમાં થશે. આતંકવાદનો ખત્મો કરવો એજ અમારો ઉદ્દેશ્ય છે. ભુતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ છાશવારે વિદેશ જતા હતા પરંતુ ન તો ભારતમાં તેમની ગેરહાજરી નોંધાતી હતી ન વિદેશમાં તેમની હાજરી નોંધાતી હતી. જ્યારે આજે આપનો પ્રધાન સેવક દેશની વાત કરવા માટે વિદેશ જાય છે ત્યારે ભારતીયોમાં તેમની ગેરહાજરી વર્તાય છે. વિદેશમાં તેમની હાજરીની પણ નોંધ લેવાય છે. દુનિયામાં અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોના રાષ્ટ્રપતિ મળે ત્યારે ગુજરાતીઓ મળે ત્યારે તેમની મજા જ કઈક ઓર છે. મોદીએ પોતાના સંબોધનમાં રાષ્ટ્રવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ૨૩મી એપ્રિલે ચુંટણી છે અને ૨૩મી મેએ પરિણામ જાહેર થનાર છે. પરિણામ શું આવશે તે દેશની જનતા નક્કી કરી ચુકી છે. ફિર એકબાર મોદી સરકાર બનવાનું નિશ્ચિત છે પરંતુ ગુજરાતમાંથ તમામ ૨૬ સીટ મળે તે જરૂરી છે. ભૂતકાળમાં ગુજરાતમાં વારંવાર તોફાનો થતા હતા પરંતું હવે લોકો આવા શબ્દો પણ ભુલી ગયા છે. કર્ફ્યુ શું કહેવાય તે આજના ૧૫થી ૨૦ વર્ષના છોકરાઓને ખબર પણ નથી.
ગુજરાત કરફ્યું મુક્ત બની ચુક્યું છે. સમગ્ર દેશ પણ કરફ્યુંમુક્ત બને તેવા પ્રયાસ થઈ રહ્યા છે. એરસ્ટ્રાઈકને લઈને પુરાવા માંગનાર લોકો હવે પુરવા માંગવાનું બંધ કરી ચુક્યા છે. દેશ ગમે તેટલો વિકાસ અને પ્રગતિ કરે પરંતુ દેશમાં આતંકવાદી ઘટનાઓ અને હુલ્લડો થતા હોય તો દેશ આગળ વધી શકે નહીં. કોઈપણ દેશના વિકાસ માટે દેશની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે.