વછરાજ બેટ ખાતે સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. જેમાં કલાકાર મોરાર દાન ગઢવી નિલેશ ગઢવી ઉવશી રાદડિયા દેવાયત દમવંતિ બરડય. ભજન ની જમાવટ કરવામાં આવી હતી ગૌમાતા માટે રૂપિયાનો પણ જોરદાર ધોર કરવામાં આવ્યો હતો. વછરાજ બેટ જીજુવાડા કચ્છનું નાનું રણ માં આવેલું છે જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે વછરાજબેટ માં અત્યારે અંદાજે ૫૦૦૦ કરતા વધારે ગૌમાતા છે અહીં વર્ષના છ મહિના સુધી રસ્તો ખુલ્લો હોય છે વર્ષના પહેલા વરસાદથી રસ્તો બંધ થઈ જાય છે અને વછરાજબેટ ને વછરાજબેટ ની ફરતું ફરતું પાણી ભરાઈ જાય છે અહીં ચૈત્રી મહિનામાં ૧૫ દિવસનો મેળો ભરાય છે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી ખૂબ જ લોકોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટે છે વસરાજ દાદા રાજપૂત કુળ માં સોલંકી પરિવાર માં જન્મ લીધો હતો કાલરી ગઢના હાથી જી સોલંકી કેસર બા સોલંકી નુ બીજા નંબર નુ સંતાન છે વછરાજ સોલંકી જન્મથી ખૂબ જ દયાળુ અને ગૌપ્રેમી હતા વછરાજ દાદા ના લગ્ન ચાલતા હતા તે દરમિયાન દેવલ આઇ આવ્યા અને કીધું કે હે વછરાજ જે દુધે દિવાબળે મારી વેગડ નો આવી વચ્છરાજ ત્યારે મંગળ ફેરા ફરતા વચ્છરાજ ત્રીજા મંગળ ફેરાએ વરમાળા તોડી વચ્છરાજ દાદા ગૌ વેગઙ ની વ્હારે ચડેલા ત્યારે સીધ પ્રદેશ ના લુટારા એ વચ્છરાજ દાદા ને દગો કરી ધડ થી મસ્તક અલગ કયૉ તોય વચ્છરાજ સોલંકી નુ ધડ ૨૫ કીલો મીટર સુધી લડતુ લડતુ વચ્છરાજ બેટ સુધી આવ્યુ ત્યારે દેવલ આ ઈ એ એક વિરડો ગાળી વચ્છરાજ સોલંકી અંજલિ છાટી વચ્છરાજ દાદાના આત્માને શાંતિ આપી મસ્તક વચ્છરાજ પુરા અને ધડ વચ્છરાજ બેટ માં છે આજે ગૌશાળા ની ગાયુ માટે ડાયરા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સોલંકી ભાયાતો ઉમટી પડેલ.