જાફરાબાદ શહેરમાં સિંહણ ઘુસી રહેવાસીઓમાં અફડા તફડી મચી

937

જાફરાબાદમાં આજરોજ વહેલી સવારે સિંહણ ઘુસી ગઇ હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું.

જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ શહેરમાં બાબરકોટ રોડ પર રહેણાંકી મચ્છી સુકવવાના વિસ્તારમાં સિંહણ ઘુસી ગઇ હતી. ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે દોડી ગઇ હતી. લોકોમાં અફડા તફડી થતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. વનવિભાગના રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે ૩ કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પૂરીને જસાધાર મોકલી આપવામાં આવી છે અને કોઇ ઇજા નથી. તેમજ લોકોની અફડા તફડીના માહોલમાં પીઆઇ ગોહિલ સહિતે સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. આજુ બાજુ રહેતા લોકોમાં દોડધામ મચતાં પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

Previous articleજાફરાબાદના હનુમાનજી મંદિરે યજ્ઞ કરાયો
Next articleરવાન્ડા રામકથાનો રાષ્ટ્રપ્રમુખ, મંત્રી મંડળની હાજરીમાં મંગલ પ્રારંભ