ચોકીદાર ચોર હૈ નિવેદનને લઇ રાહુલે સુપ્રીમમાં દુખ વ્યક્ત કર્યું

827

કોંગ્રસ પ્રમુખ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં પોતાના ચોકીદાર ચોર હેના નિવેદનન લઇને આજે દુખ વ્યક્ત કર્યુ હતું. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ચૂંટણીની ઉત્તેજનામાં આ નિવેદન કરવામાં આવ્યુ હતુ. રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી તિરસ્કાર અરજીના જવાબાં રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, રાજકીય પ્રચારના અનુસંધાનમાં આ નિવેદન કરવામાં આવ્યું હતું.

તેમના હરીફ લોકો દ્વારા આ સૂચનને ખોટીરીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ જાણી જોઇને ઇરાદાપૂર્વક આવું નિવેદન કર્યું ન હતું. ગાંધીએ કહ્યું હતું કે, તેમના મનમાં આ પ્રકારની કોઇપણ ભાવના રહેલી નથી. પોતાની એફિડેવિટમાં રાહુલે કહ્યું હતું કે, મોદી સામે તેમનું નિવેદન રાજકીય પ્રચાર વેળા કરવામાં આવ્યું હતું. ૧૦મી એપ્રિલના દિવસે સુપ્રીમ કોર્ટના આદેશને વાંચ્યા વગર અથવા તો જોયા વગર આ નિવેદન કરવામાં આવ્યું હતું. કોર્ટ કાર્યવાહીના સંદર્ભમાં નુકસાન પહોંચાડવાનો કોઇ હેતુ ન હતો. ભાજપના નેતા મિનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધીએ જાણી જોઇને કોર્ટનો તિરસ્કાર કર્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને કોંગ્રેસ પાર્ટીને ફટકો પડી શકે છે. કારણ કે રાહુલ ગાંધી વારંવાર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધાર પર રાફેલ ડીલ પર ફેરવિચારણા અરજી સ્વીકાર કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ નિવેદન કર્યુ હતુ. રાહુલ ગાંધીએ એ વખતે કહ્યુ હતુ ક હવે સુપ્રીમ કોર્ટ પર સ્વીકારે છે કે ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટે ત્યારબાદ રાહુલ ગાંધીને નોટીસ ફટકારીન ૨૨મી એપ્રિલ સુધી જવાબ આપવા માટે કહ્યુ હતુ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યુ હતુ કે કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોઇ ટિપ્પણી કરી ન હતી. રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને  ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે મંગળવારના દિવસે સુનાવણી કરવામાં આવનાર છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ હતુ કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ આ અદાલતનુ નામ લઇને રાફેલના સંબંધમાં મિડિયા અને જનતામાં જે કઇ પણ વાત કરી તે ખોટી રીતે રજૂ કરી હતી.સુપ્રીમ કોર્ટે રાફેલના મામલામાં ૧૦મી એપ્રિલના દિવસે કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર નવેસરના દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો ફેંસલો કર્યો હતો. સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સર્વસંમતિથી આ અંગેનો નિર્ણય કર્યો હતો. બેંચે કહ્યું છે કે, જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યા છે તેના આધાર પર મામલામાં રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી કરવામાં  આવશે. બેંચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ હતા.

Previous articleગુજરાતની ૨૬ સહિત ૧૧૬ સીટ પર આજે મતદાન
Next articleલોકશાહી પર્વનો આજે અવસર