સૌરાષ્ટ્ર ક્ચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ના ભાવનગર જીલ્લા પ્રમુખ ગૌતમભાઈ દવેના અધયક્ષ સ્થાને શિહોર ખાતે એક અગત્યની મીટીંગનું આયોજન અજયભાઇ શુકલ ઓફીસ ખાતે કરવામા આવેલ જેમા ટ્રસ્ટી એસ.ડી. રાવલ સાહેબ, મહામંત્રી શશીભાઈ તરૈયા, ઉપપ્રમુખ સંજયભાઈ રાવલ, બ્રહ્મઅગ્રણી અજયભાઈ શુકલ, પરશુરામ યુવા ગુપના પ્રમુખ દિપકભાઈ જાની, પૂર્વ પ્રમુખ રાજુભાઈ, વરીષ્ઠ કારોબારી સભ્ય અશોકભાઈ જાની તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ.
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ શિહોર તાલુકા પ્રમુખ તરીકે ભાવેશભાઇ આસ્તિક તથા શિહોર શહેર પ્રમુખ તરીકે હાર્દિકભાઈ દવે ની નિમણુંક કરવામા આવેલ તથા શિહોર તાલુકા મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ જોષી તથા શિહોર શહેર મહામંત્રી તરીકે અવિનાશભાઈ દવે નિમણુક કરવામા આવેલ. આ તમામ હોદેદારો ને સૌરાષ્ટ્રકચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ભાવનગર જીલ્લા તથા સિહોર યુવાપરશુરામ ગ્રુપ,બ્રહ્મસમાજ ના આગેવાનો ,હોદ્દેદારોએ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર દિવસો મા સમાજનું સંગઠન ખૂબ મજબૂત અને વિશાળ બનાવો તેવું જણાવાયું હતું.