બોલિવુડના વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચે હાલમાં એકબીજાના પ્રેમમાં હોવાના ફરી હેવાલ મળ્યા છે. જો કે બન્નેએ કોઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. બન્ને એકબીજાની સાથે ક્વાલિટી ટાઇમ ગાળી ચુક્યા છે. થોડાક સમય પહેલા બન્ને પેરિસમાં નજરે પડ્યા હતા. બન્ને કેટલીક જગ્યાએ એકલા દેખાયા હતા. હવે હાલમાં ફરી બંને સાથે નજરે પડ્યા હતા. વ્યસ્ત કાર્યક્રમના કારણે ઇચ્છા હોવા છતાં પણ સાથે સમય ગાળી શકતા નથી. એાવી સ્થિતીમાં જ્યારે બન્નેને એક સાથે પેરિસમાં શુટિંગ કરવાની તક મળી તો બન્નેએ આ તક ઝડપી લીધી હતી. બન્નેએ આ ગાળો ટુંકા વેકેશન તરીકે માણી લીધો હતો. બન્ને બિનજરૂરી રીતે હાલમાં કોઇ ગોસિપને વેગ આપવા માટે તૈયાર નથી. દિશા હાલમાં સલમાન ખાનની ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફની પણ ભૂમિકા રહેલી છે. દિશા બાગીના ભાગમાં પણ ટાઇગર સાથે કામ કરી ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તારા સુતારિયાની સાથે ટાઇગરની વધતી જતી મિત્રતા વચ્ચે આ બન્ને હાલમાં ફરી સાથે દેખાયા હતા. જેથી તમામ અટકળોનો અંત આવ્યો હતો. દિશા થોડાક સમય પહેલા બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી ચુકેલી ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ નજરે પડી હતી. ટાઇગર શ્રોફ સાથે તેના પ્રેમ સંબંધ મામલે દિશા વાત કરવા માટે તૈયાર નથી. દિશા પોતે પણ પોતાની બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. જો કે તેને બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓ વચ્ચે ટકી રહેવામાં સફળતા મળે તેવી શક્યતા ઓછી છે. હાલમાં બન્નેના પ્રેમ સંબંધોની ચર્ચા જોવા મળે છે. સલમાન ખાનની સાથે મોટા બજેટની ભારત ફિલ્મ મળ્યા બાદ દિશાની બોલબાલા વધી છે.
સોશિયલ મિડિયામાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે.